કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે સરકાર દ્વાર કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં લગ્ન પણ 50 લોકોની હાજરી સાથે જ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ ઘણા લોકો આ નિયમને પણ તોડતા જોવા મળી રહ્યા છે.
હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે વિસાવદરના લીમધ્રા ગામમાંથી. જ્યાં લગ્ન સમારંભની અંદર 200થી પણ વધારે લોકોને ભેગા કરવામાં આવ્યા ના કારણે જાનને લીલા તોરણે પાછું ફરવું પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આ લગ્નની અંદર કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં થતું હોવાનું પોલીસના ધ્યાને આવતા લગ્ન સ્થળે દરોડા પડ્યા હતા અને આયોજકો સાથે વરરાજાને સહીત 8 લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
આ બાબતે ડીએસપી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમને આ વાતની જાણકારી મળી હતી કે લગ્નની અંદર 200ની આસપાસ લોકો જોડાયેલા છે. એટલું જ નહીં તેમને માસ્ક પણ નહોતા પહેર્યા જેના કારણે પોલીસ વરરાજા, કન્યાના પિતા, વરરાજા ના ભાઈ, વીડિયો શૂટર, રસોઈ કરનાર કંદોઈ, મંડપ સર્વિસ વાળા સહિત કુલ આઠ લોકો સામે ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી.