રિટાયર્ડ ફોજીની દીકરીની હેલીકૉપ્ટર થયેલી વિદાય જોવા આખું ગામ ઉમટી પડ્યું, સાસરીવાળાએ વહુની ઈચ્છા કરી પુરી

આપણા દેશમાં આજે ઘણા લગ્નોમાં દહેજના નામ ઉપર છોકરા પક્ષ તરફથી લાખો રૂપિયા લેવામાં આવતા જોયા છે, તેમજ મોંઘીદાટ વસ્તુઓ પણ કરિયાવરના નામે લેવામાં આવતી હોય છે. તો ઘણા લોકો આજે દહેજને લઈએં જાગૃત પણ થયા છે અને તેના ઘણા કિસ્સાઓ પણ સાંભળવા મળે છે.

હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે રાજસ્થાનના સીકરમાંથી. સીકરના નિમકાથાનામાં ખેતડીના સરદારપુરામાં રહેવા વાળા રિટાયર્ડ ફોજીની દીકરીની વિદાય હેલીકૉપ્ટર દ્વારા કરવામાં આવી હતી. જેને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું.

બન્યું એવું કે દુલ્હને પોતાના થવા વાળા પતિને વાતો વાતોમાં જ જણાવી દીધું હતું કે તે ક્યારેય હેલીકૉપ્ટરમાં નથી બેઠી. પોતાની દુલ્હનની ઈચ્છા પૂર્ણ કરવા માટે છોકરા પક્ષ તરફથી 3 લાખ રૂપિયા ભાડું આપીને વિદાય માટે હેલીકૉપ્ટર લાવવામાં આવ્યું હતું.લાખાના નાંગલના રહેવા વાળા રાહુલ જે આર્મીમાં ક્લાર્ક છે અને તેના પિતા કૃષકુમાર ટાઇલ્સ જમીનદાર છે. રાહુલના લગ્ન ગામથી 12 કિલોમીટર દૂર સરદારપુરામાં રહેવાવાળા રિટાયર્ડ આર્મીમેન વીરેન્દ્ર કુમારની દીકરી મોનીકા સાથે નક્કી થયા હતા.

લગ્ન પહેલા જ રાહુલ અને મોનિકાને એકબીજા સાથે ફોન ઉપર વાત થતી હતી. આ દરમિયાન રાહુલે મોનીકા પાસે તેની ઈચ્છાઓ જણાવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેને કહ્યું કે તે ક્યારેય હેલીકૉપ્ટરમાં નથી બેઠી. મોનિકાએ તો ફક્ત મજાકમાં જ જણાવ્યું હતું કે તેની વિદાય હેલીકૉપ્ટરમાં થાય તો મજા આવી જાય.

પરંતુ રાહુલે મોનિકાને કઈ ના જણાવ્યું કે તેને નક્કી કરી લીધું હતું કે મોનિકાને તે લગ્નમંડપમાંથી પોતાના ઘરે હેલીકૉપ્ટરમાં જ લઇ જશે. વિદાયના સમયે જયારે મોનિકાના ઘરે હેલીકૉપ્ટર આવી પહોંચ્યું ત્યારે તે જોઈને હેરાન રહી ગઈ હતી. મોનિકાના ધામધૂમથી રાહુલ સાથે લગ્ન થયા અને હેલીકૉપ્ટરમાં બેસીની તેની વિદાય થઇ. તેના માટે લાખાના નાંગલ સરદારપુરામાં એક ખાલી પડેલા ખેતરની અંદર હેલિપેડ બનાવવામાં આવ્યું હતું.  સાથે જ પ્રસાશન તરફથી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Niraj Patel