લગ્ન જોડામાં સજી ધજીને આવી રહેલી દુલ્હનને જોઈને વરરાજાની આંખોમાં પણ આવી ગયા આંસુ, પછી બધાની સામે જ કન્યાએ કર્યું એવું કે….

લગ્નના દિવસે જ ભાવુક થયો ગયો વરરાજા, પછી કન્યાએ તેની પાસે આવીને કર્યું કંઈક એવું કે વીડિયો જોઈને તમે પણ ખુશ થઇ જશો

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, અને ઠેર ઠેર ઘણા બધા લગ્નો યોજાઈ રહ્યા છે, ઘણા યુગલો લગ્નના બંધનમાં બંધાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. જેમાં લગ્નના અલગ અલગ રીતિ રિવાજ સાથે મસ્તી મજાક ભરેલી પળો પણ કેમેરામાં કેદ થતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ભાવુક ક્ષણ જોવા મળી રહી છે. મોટાભાગે આપણે જોયું છે કે લગ્નની અંદર કન્યા વિદાયની ક્ષણ ભાવુક કરી દેનારી હોય છે, પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર કન્યા વિદાયની ક્ષણ નહીં પરંતુ વરરાજાના ચહેરા ઉપર મળેલા ભાવ ભાવુક કરી રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વરરાજા તેની કન્યાની રાહ જોઈને ઉભા છે અને જેવી જ કન્યાની એન્ટ્રી થાય છે કે તરત વરરાજા પણ ભાવુક થઇ જાય છે અને તેમની આંખોમાંથી આંસુઓ વહેવા લાગે છે. તે પોતાની આંગળીથી આંખોના આંસુઓ સાફ કરે છે જે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જેના બાદ કન્યા તેમની નજીક આવે છે અને વરરાજાને ભેટી પડે છે, અને પછી કન્યા વરરાજાને ચુંબન પણ કરે છે. ક્ષણવાર પહેલા ભાવુક થઇ રહેલા વરરાજાની આંખો પણ ખુશીથી ભરાઈ આવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકો પણ આ કપલના પ્રેમની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel