વર-કન્યા ઉભા હતા ત્યારે જ કોઈએ કર્યો ઘા, કન્યાના મોઢા ઉપર વાગતા જ “વધારે વાગ્યું ?” એમ પૂછવાને બદલે વરરાજા લાગ્યો હસવા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર વર-કન્યાના મસ્તી મજાક તો ઘણા વીડિયોની અંદર વરરાજાના મિત્રો અને કન્યાની બહેનપણીઓ દ્વારા કરવામાં આવતી મસ્તી વાયરલ થતી હોય છે. ઘણા વીડિયો એવા હોય છે જે સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ પણ જીતી લેતા હોય છે, ત્યારે હાલ એવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને બધા હેરાન રહી ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું. ફોટોગ્રાફરની સામે ઉભેલી દુલ્હન પોઝ આપી રહી છે અને ત્યારે જ તેના સંબંધીઓ તેના પર ફૂલ ફેંકે છે. ભૂલથી એક મોટું ફૂલ સીધું તેના મોઢા ઉપર વાગે છે. કન્યાને તે ફૂલથી નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જણાય છે, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.

આ દરમિયાન પાછળ ઉભેલો વરરાજા હસે છે અને કન્યાને ક્યાં વાગ્યું એ પૂછવાના બદલે આનંદ લેવા લાગે છે. આટલું જ નહીં આ દરમિયાન વરરાજાએ બંને હાથ વડે પોઝ આપીને બતાવ્યું કે આવી ઈજાથી દુલ્હન ખુશ છે.  આજ સમયે સામે ઉભેલી છોકરીઓ મજાકમાં કહેવા લાગી કે અરે દુલ્હનના મોં પર વાગ્યું. થોડી સેકન્ડના વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. સૌથી સારી વાત એ છે કે કન્યાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર fotomagica_photography નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવતા જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘શૂટિંગ દરમિયાન બહુ ઓછા અકસ્માતો થાય છે અને દુલ્હનનું સ્પોર્ટી વલણ હોય છે, અમે અમારી સુંદર દુલ્હન @drmorphine02 ને આખા શૂટ દરમિયાન ખૂબ સહકાર અને શાંત રહેવા માટે પ્રેમ કરીએ છીએ.’ અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Niraj Patel