લગ્નના મંડપમાં જ વરરાજાના મિત્રોએ કન્યા પાસે કરાવ્યો એવો એગ્રીમેન્ટ સાઈન કે વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

આપણા દેશમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને મોટાભાગે આપણે ત્યાં લગ્નને યાદગાર બનાવવાની પ્રથા ચાલતી હોય છે. વરરાજાના મિત્રો અને કન્યાની બહેનપણીઓ લગ્નની ખાસ મજા લૂંટે છે અને લગ્નમાં એવું હુડદંગ મચાવે છે કે લગ્ન પણ યાદગાર બની જતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ આવા લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ પણ થતા હોય છે અને આ વીડિયોને લોકો જોવાનું પણ ખુબ જ પસંદ કરે છે.

ત્યારે હાલમાં વર-કન્યા અને મિત્રો સાથે સંબંધિત એક વીડિયો ઘણો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં વરરાજાના મિત્રો કન્યાને એક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરતા દેખાઇ રહ્યા છે. પહેલા તો તમને આ કરાર જોઈને આશ્ચર્ય થશે, પરંતુ તેની સાથે તમને મજા પણ આવશે. વરરાજાના મિત્રોએ કન્યા સાથે જે કરાર કરાવે છે તેમાં ખૂબ જ વિચિત્ર શબ્દો લખેલા છે. ઉદાહરણ તરીકે, લગ્ન પછી કન્યાએ રોજેરોજ સાડી પહેરવી પડશે, વગેરે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા સ્ટેજ પર બેઠા છે. આ દરમિયાન વરરાજાના મિત્રો તેની આસપાસ ઉભા જોવા મળે છે. તેમના હાથમાં એક મોટું સાઈન બોર્ડ દેખાય છે. હકીકતમાં આ એક એગ્રીમેન્ટ બોર્ડ છે, જેના પર દુલ્હન માટે ઘણી શરતો લખવામાં આવી છે. જેમાં પહેલા મુદ્દા પર લખ્યું છે કે, ‘વહુ ઘરના કામકાજ માટે ક્યારેય ના પાડી શકશે નહીં’. બીજા મુદ્દા પર લખ્યું છે કે, ‘સાડી રોજ પહેરવી પડશે.’

આ પછી આગળના મુદ્દા પર લખ્યું છે કે, ‘રોજ એક કલાક પૂજા કરવી પડશે’. ચોથા મુદ્દા પર લખ્યું છે, ‘તમારે ઓછું બોલવું પડશે’ અને છેલ્લી શરત છે ‘ઓછામાં ઓછા ફોટોગ્રાફ્સ લેવા પડશે’. કરારના અંતે લખવામાં આવ્યું છે કે, ‘કન્યાએ બધું જ સ્વીકારવું પડશે, નહીં તો તેને વરરાજાના ઘરમાં પ્રવેશ નહિ મળે.’ સૌથી આશ્ચર્યની વાત એ છે કે દુલ્હન આ કરાર સ્વીકારે છે અને પોતાની સહી કરે છે. આ વીડિયો simranbalarjain નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

Niraj Patel