કોરોના વાયરસનો પ્રકોપ હવે દુનિયાભરમાં ફેલાઈ ગયો છે. ત્યારે આ વાયરસથી કોણ પ્રભાવિત છે તે કોઈને ખબર નથી પડતી, ટેસ્ટ કરાવવા ઉપર જ ખબર પડે છે કે તે વ્યક્તિ નેગેટિવ છે કે પોઝિટિવ. આવામાં દુનિયાભરમાંથી ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ ઉત્તરાખંડના પિથોરગઢ માંથી સામે આવ્યો છે. જેમાં વરરાજા પોઝિટિવ આવતા લગ્નના મંડપમાં જ પોતાની પત્ની સાથે ક્વોરેન્ટાઇન થવું પડ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પિથોરગઢમાં બુધવારના રોજ એક વરરાજા કોરોના પોઝિટિવ આવતા હોબાળો મચી ગયો હતો. પ્રસાશન દ્વારા વરરાજાને આઇસોલેશનમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. દુલ્હન સહીત જાનમા આવેલા 100 લોકોને પણ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

પ્રસાશન દ્વારા હવે લગ્નમાં હાજર બધા જ લોકોની કોરોના તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરરાજા લગ્નના ચાર દિવસ પહેલા જ લગ્ન કરવા માટે દિલ્હીથી પહોંચ્યો હતો. ચંપાવતમાં યુવકનો કોરોના તપાસ માટે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

બુધવારના રોજ જયારે જાન માંડવે પહોંચી અને લગ્નના બધા જ વિધિ પૂર્ણ કરી અને ફેરા લઇ રહ્યા હતા ત્યારે જ પ્રસાશનની ટીમ ગામમાં પહોંચી. ફેરા પૂર્ણ થતા જ પ્રસાશન દ્વારા વરરાજાનો રિપોર્ટ પોઝિટિવ છે તેની જાણકારી આપી ત્યારે લગ્ન મંડપમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ પ્રસાશન દ્વારા વરરાજાને આઇસોલેટ કરવામાં આવ્યો છે.

વરરાજાના સંક્રમિત આવવાની સાથે જ પ્રસાશન તેના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં લાગી ગયું છે. જેના કારણે તેમની પણ કોરોના તપાસ થઇ શકે.