વાયરલ

લગ્ન પહેલા સાળીએ જીજાજીનો દરવાજો રોકી અને કરાવ્યું એવું કામ કે જોઈને તમે પણ લમણે હાથ મૂકી દેશો, જુઓ વીડિયો

દેશભરમાં લગ્નનો માહોલ જોરશોરથી ચાલી રહ્યો છે, સામાન્ય લોકો સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં લગ્નના અલગ અલગ રીતિ રિવાજો સાથે મજાક મસ્તી પણ જોવા મળતી હોય છે, તેમાં પણ જીજા સાળીની મસ્તી જોવાની તો સૌને ગમતી હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક જીજા સાળીની મસ્તીનો એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા પોતાની દુલ્હનને મળવા માટે ધામધૂમથી લગ્ન સ્થળે પહોંચે છે. જો કે, અહીં તેણે કન્યાને મળતા પહેલા તેની બહેનને મળવાની છે. વરને ખબર નથી કે તેની સામે એક મોટું કામ આવવાનું છે, જેમાં પાસ થયા પછી જ એન્ટ્રી આપવામાં આવશે.

સાળીઓ તેમના જીજાજીને સતત હેરાન કરતી જોવા મળે છે. ત્યારે આવું જ કંઈક આ વીડિયોમાં પણ જોવા મળ્યું. જ્યારે વરરાજા જાન લઈને લગ્ન સ્થળ પર પહોંચ્યો ત્યારે ત્યાં હાજર તેની સાળીઓએ  તેને રોક્યો. આટલું જ નહીં, સાળીએ વરની સામે એન્ટ્રી માટે આવી શરત મૂકી, જેના કારણે તે થોડીવાર માટે નર્વસ થઈ ગયો. સાળીએ તેના જીજાજીને ગોળ રોટલી બનાવવા કહ્યું.

વર પણ ખૂબ જ સ્માર્ટ નીકળ્યો અને તે બધાની સામે ગોળ રોટલી બનાવવા માટે રાજી થઈ ગયો. વરરાજાએ ગોળ રોટલી બનાવતાની સાથે જ ત્યાં બધા દંગ રહી ગયા. આ વિચિત્ર કામ કરીને વરરાજાના ચહેરા પર ખુશી હતી, કારણ કે તે આ કાર્યમાં પાસ થઈ ગયો હતો. ઈન્સ્ટાગ્રામ પરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.