લગ્ન મંડપમાં કન્યાને પ્રવેશતા જોઈને વરરાજાની આંખોમાં છલકાઈ આવ્યા ખુશીના આંસુઓ, નજારો જોઈને મહેમાનો પણ થઇ ગયા અવાક, જુઓ વીડિયો

લગ્નનો માહોલ જ કંઈક અલગ હોય છે અને તેમાં પણ જો પોતાના ગમતા પાત્ર સાથે પરિવારની મરજીથી ધામધૂમથી લગ્ન થતા હોય તો તેની ખુશી જ સાતમા આસમાને હોય છે. હાલ દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈએં ઘન બધા વીડિયો વાયરલ થઇ જતા હોય છે. જેમાં ઘણી વર કન્યાની મજાક મસ્તી સાથે એવી ઘટનાઓ પણ જોવા મળે છે જે ભાવુક કરી દેતી હોય છે.

મોટાભાગે આપણે લગ્નમાં જોયું હોય છે કે લગ્ન બાદ જયારે વિદાયની ક્ષણ આવે છે ત્યારે કન્યા રડવા લાગે છે અને આ આખી જ ક્ષણ ખુબ જ ભાવુક કરી દેનારી હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં કન્યા ભાવુક નથી થતી પરંતુ વરરાજા ભાવુક થતા જોવા મળી રહ્યા છે. જેના કારણે આ વીડિયો ખુબ જ ખાસ બન્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા પોતાના લગ્નમાં દુલ્હનને જોઈને કેવી રીતે ભાવુક થઈ જાય છે અને પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકતો નથી. કેટલાક લોકો વરરાજાને ચૂપ કરતા જોવા મળે છે. માત્ર  થોડાક સેકન્ડના આ વીડિયોમાં દુલ્હન પણ વરરાજાની આ હાલત પર સ્માઈલ આપે છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ઘણા ઉપવાસ અને પ્રાર્થના બાદ વરરાજા પોતાના જીવનના પ્રેમ સાથે લગ્ન કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rz makeovers (@rzmakeovers)

આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા યુઝર્સના દિલને સ્પર્શી ગયો છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને ઘણા લોકો વરરાજાના કન્યા પ્રત્યેના પ્રેમની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. તો ઘણા લોકો આ વીડિયોને જોઈને ભાવુક પણ થઇ રહ્યા છે.

Niraj Patel