વરમાળા પહેરાવતી વખતે ગુસ્સે ભરાયેલા વરરાજાએ કરી નાખ્યું એવું કામ કે વીડિયો જોઈને લોકો પણ ગુસ્સે ભરાયા, કહ્યું, “કી વાતની ચરબી ચઢી છે ?”

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, આ બધા વચ્ચે જ લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. વાયરલ વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય, હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં વરમાળા દરમિયાન એક વરરાજા એવી હરકત કરે છે જેને જોઈને લોકો પણ ગુસ્સે ભરાયા છે.

જ્યારે પણ તમારા પરિવારમાં લગ્ન નક્કી થાય છે, ત્યારે તમે ફોટોગ્રાફરને પણ બુક કરાવો છો. તે ટેકનિક અને વીડિયો દ્વારા લગ્નને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે. જો કે, કેટલીકવાર તેમને વધુ તકનીકોનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે, જે આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા સ્ટેજ પર ઉભા છે અને ડ્રોન કેમેરામાં હાર પણ હવામાં લટકી રહ્યો છે. ફોટોગ્રાફર્સની ટીમ ડ્રોન કેમેરાનું સંચાલન કરી રહી છે.

આ દરમિયાન ડ્રોન કેમેરા પણ સ્ટેજ પર ચોક્કસ સમયે પહોંચી શક્યો ન હતો જેના કારણે લોકો  વરમાળાને પકડવા માટે ત્યાં કૂદવા લાગ્યા. જ્યારે કેમેરો એક-બે વખત ઉપર-નીચે ગયો ત્યારે વરરાજા ગુસ્સે થયો. વરરાજાએ તેનો પિત્તો ગુમાવ્યો અને પછી વરમાળાને પકડવા માટે કૂદી પડ્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

તેને પોતાના હાથે ડ્રોન કેમેરામાં લટકેલી વરમાળા ખેંચી લીધી. જેના કારણે ડ્રોન કેમેરા જમીન પર પડી ગયો હતો. સૌથી નવાઈની વાત તો એ હતી કે કેમેરામેનને કેટલું નુકસાન થયું હશે તેનો ખ્યાલ વરને નહોતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ઘણા લોકો વરરાજાના આ ગુસ્સાને જોઈને અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel