વરરાજાને જાન લઈને આવતા થયું મોડું તો કન્યાને આવ્યો ગુસ્સો અને પછી ધાબા પર જઈને કર્યું એવું કામ કે વીડિયો જોઈને રહી જશો હેરાન…જુઓ

નાચતા ગાતા વરઘોડાને લગ્ન મંડપમાં પહોંચવામાં થઇ ગયું મોડું, રાહ જોઈને થાકેલી કન્યા પહોંચી ગઈ ધાબા ઉપર અને પછી… જુઓ વાયરલ વીડિયો

હાલ દેશભરમાં ચાલી રહેલા લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ કેદ થઇ હતી હોય છે કે તે જોવાની ખુબ જ મજા આવતી હોય છે. ત્યારે હાલ એવા જ એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જાન મોડી પડતા કન્યાએ જે કર્યું તે ખુબ જ મજેદાર હતું.

દરેક છોકરી માટે તેના લગ્નનો દિવસ ખાસ હોય છે અને તેના માટે તે ખાસ તૈયારીઓ પણ કરતી હોય છે. સોળ શણગાર સજીને તે રાજકુમારીની જેમ તૈયાર થતી હોય છે, પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વરરાજા પક્ષના લોકો લગ્ન માટે ખુબ જ ઉત્સાહિત હોય છે અને જયારે જાન લઈને આવે છે ત્યારે નાચતા ગાતા આવતા લગ્ન સ્થળે પહોંચવામાં મોડું પણ કરતા હોય છે.

આ વાયરલ વીડિયોમાં દુલ્હન તેના વરરાજાને જોવા માટે ધાબા પર જાય છે અને ખુરશી પર ચઢી જાય છે. વરરાજાને સ્થળ પર આવતા જોતા જ તે કહે છે, “જુઓ તે આટલા લાંબા સમયથી શું કરી રહ્યો છે, તે આસપાસ ફરે છે અને ઉપર જોતો નથી.” આ પછી, વરરાજાએ કન્યાને ટેરેસ પર જોતાં જ તે ખુશ થઈ ગયો.

આ સાથે જ કન્યા પણ બૂમો પાડવા લાગે છે કે “તેણે મને જોઈ છે. આ પછી તે ક્યૂટ સ્માઈલ આપે છે. આ વીડિયોને નેટીઝન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને witty_wedding નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યારે જાન પહોંચવામાં ઘણું મોડું થાય અને વાયરલ પણ થવાનું હોય !”

Niraj Patel