લગ્નમાં વરરાજાએ તેની કન્યા સાથે મળીને કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે જોઈને લોકો બોલ્યા…”આમના તો 36માંથી 36 ગુણ મળે છે…” જુઓ વીડિયો

આ વર કન્યાએ તેમના લગ્નમાં જમાવટ પાડી દીધી, લગ્નમાં બંનેએ ભેગા મળીને કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે સંબંધીઓ પણ નોટો ઉડાવવા લાગ્યા… જુઓ વીડિયો

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને ઇન્ટરનેટ પર પણ લગ્નને લઈને રોજ ઘણા બધા વીડિયો વાયરલ પણ થતા હોય છે. જેમાં લગ્નની અંદર ચાલતા અલગ અલગ રીતિ રિવાજો તો ઘણીવાર વર કન્યા દ્વારા કરવામાં આવતા ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. હાલ એવો જ એક ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વર કન્યા જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે.

વાયરલ  થઇ વીડિયોમાં એક નવપરણિત કપલને ગોવિંદાના ફેમસ ગીત ‘ખુલા હૈ મેરા પિંજરા’ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. વર અને કન્યા બંને આ ગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહ્યા છે અને સંબંધીઓ પણ નોટો ઉડાવી રહ્યા છે. આ ડાન્સ વીડિયો જોઈને લોકો ખૂબ જ ખુશ થયા અને ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘smart graphics99’એ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમ કે તમે વર-કન્યાને ગીતના હૂક સ્ટેપ પર ડાન્સ કરતા જોઈ શકો છો. વીડિયોમાં તેના પરંપરાગત લગ્નના પોશાકની ઝલક જોવા મળી હતી. ત્યાં મહેમાનો પણ બેઠેલા હતા જેઓ તેને ખુશ કરતા જોઈ શકાય છે. એક વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી નોટોનું બંડલ કાઢી અને પછી તેને હવામાં ઉડાવતો પણ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Anjali Gupta (@smart_graphics99)

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આદેશ શ્રીવાસ્તવે ‘ખુલા હૈ મેરા પિંજરા’ ગીત માટે સંગીત આપ્યું હતું. આ ગીત કુમાર સાનુ અને અલ્કા યાજ્ઞિકે ગાયું છે. આ ગીતે ઓનલાઈન ખૂબ જ ધૂમ મચાવી હતી. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે અને તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel