કન્યા વિદાયના સમયે જ પોતાના મિત્રોને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો વરરાજા, કન્યાની હાલત જોઈને તો તમે પેટ પકડી લેશો, વાયરલ થયો વીડિયો

લગ્ન બાદ વિદાયનો આવો વીડિયો તમે આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, વરરાજાએ કર્યું એવું કે 3 કરોડ કરતા પણ વધારે લોકોએ જોયો વીડિયો, જુઓ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ જામી ગયો છે અને ઠેર ઠેર લગ્નને લઈને ઘણી બધી ખબરો પણ સામે આવી રહી છે. સામાન્ય માણસની સાથે સાથે હવે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બધાઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નના વીડિયોની વણઝાર જામેલી જોવા મળે છે. ઘણીવાર લગ્નની અંદર કેટલીક એવી ઘટનાઓ બનતી હોય જે વાયરલ થઇ જાય છે અને લાહો લોકો તેને જોતા હોય છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વિદાય સમયનો છે. મોટાભાગે આપણે લગ્નની અંદર જોયું છે કે કન્યા વિદાયના પ્રસંગમાં કન્યા ધ્રુસકે ધ્રુસકે રડતી હોય છે, તે પોતાના સ્નેહી સ્વજનો અને પિતાને ભેટીને રડે છે અને આખો જ માહોલ ખુબ જ વભાવુક પણ બની જતો હોય છે, પરંતુ આ વીડિયોમાં કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્ન બાદ વિદાય સમયે કન્યા વરરાજાનો હાથ પકડીને મંડપની બહાર લઈને આવે છે, વરરાજાના મિત્રો એક લાઈનમાં ઉભા છે ત્યારે જ વરરાજા તેમને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આ દરમિયાન કન્યાએ વરરાજાનો હાથ પકડી રાખ્યો છે અને તેને પોતાની તરફ ખેંચતી પણ જોવા મળે છે, સાથે જ વરરાજાના મિત્રો પણ તેનો હાથ પકડી રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Ârbàz Khâñ Â K (@arbazkhanak)

આ દૃશ્ય જોઈને કન્યા પણ ખડખડાટ હસવા લાગે છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધી 30 મિલિયન એટલે કે 3 કરોડ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. સાથે જ 23 લાખ કરતા પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વાયરલ વિડોને અરબાઝ ખાન અને માહિર ખાન નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી કોલાબા કરીને મુકવામાં આવ્યો છે. 7 દિવસ પહેલા જ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લોકો કોમેન્ટ કરી ચુક્યા છે.

Niraj Patel