ચાલુ લગ્નમાં જ વરરાજા ભુલ્યો ભાન, વરરાજાએ કન્યાના બદલે બાજુમાં ઉભેલી તેની ભાભીના ગળામાં પહેરાવી દીધી વરમાળા, સ્ક્રિપ્ટેડ વીડિયો થયો વાયરલ

હાલ આપણા દેશમાં ઠેર ઠેર ઘણા બધા લગ્નો યોજાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પણ લગ્નના વીડિયોથી ભરાઈ ગયું છે, ઘણા બધા યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘણા વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ વાયરલ થતી હોય છે કે જે લોકોને પણ હેરાનીમાં રાખી દેતી હોય છે.

સોશિયલ મીડિયા પર દુલ્હા-દુલ્હનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો હસવાનું રોકી રહ્યાં નથી. વરરાજા વરઘોડા સાથે ઘરેથી નીકળી ગયો હતો, અને લગ્ન મંડપમાં વરરમાળાની વિધિ ચાલી રહી હતી. પરંતુ આ સમયે જ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને કન્યાને બદલે તેનું દિલ કન્યાની ભાભી પર આવી ગયું.

વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્યા હાથમાં વરમાળા લઈને ઉભા છે, કન્યા પહેલા તેના વરના ગળામાં માળા પહેરાવે છે, જેના બાદ ત્યાં ઉભેલા લોકો તાળીઓ પણ વગાડે છે, હવે વરરાજાની માળા પહેરાવવાની વારી આવે છે, જેવો જ વરરાજા કન્યાના ગળામાં માળા પહેરાવવા માટે જાય છે એક ક્ષણ માટે વિચાર કરવા લાગે છે અને પછી તરત જ માળા કન્યાની બાજુમાં ઉભેલા તેના ભાભીના ગળામાં પહેરાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Prince Verma (@prince_verma569)

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે વરરાજા કન્યાની ભાભીના ગળામાં માળા પહેરાવ્યા બાદ ખુશીથી ઝૂમવા લાગે છે, અને તાળીઓ પણ પાડવા લાગે છે, તો મહેમાનો પણ હેરાન રહી જાય છે અને પછી વરરાજાના મિત્રો પણ તાળીઓ પાડવા લાગી જાય છે. આ વીડિયો ઉપર ઘણા બધા લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. જો કે આ વીડિયો સાચો છે કે ખોટો તેની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતું. એક રીતે જોતા આ વીડિયો મનોરંજન માટે બનાવેલો હોય તેમ દેખાઈ આવે છે.

Niraj Patel