સાઇકલ રીપેર કરવા વાળાની દીકરી સાથે લગ્ન કરવા માટે સાત સમુદ્ર પારથી આવ્યો વરરાજા, થયા ધૂમધામથી લગ્ન, તસવીરોએ લોકોના દિલ જીત્યા

ભારતીય દીકરીને પરણવા છેક વિદેશી આવ્યો વરરાજો, ભુરાયાને ઘોડી પર ચઢેલો જોઈને હેરાન થયા લોકો, જુઓ તસવીરો

દેશમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઇન્ટરનેટ પર પણ લગ્ન સાથે જોડાયેલી ઘણી બધી તસવીરો અને વીડિયો પણ વાયરલ થતા હોય છે, ઘણા એવા લગ્ન પણ આ દરમિયાન જોવા મળી રહ્યા છે જેણે આખા દેશમાં ચર્ચાઓ જગાવી હતી, ક્યાંક વિદેશી કન્યા સાથે ભારતીય યુવકના લગ્ન થયા તો ક્યાંક વિદેશી મુરતિયો ભારતની કોઈ યુવતીના પ્રેમમાં પડીને લગ્ન કરવા માટે ભારત આવ્યો હોય.

ત્યારે હાલ એવા જ એક લગ્ન ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં એક સાઇકલ રીપેર કરવા વાળાની દિકરી સાથે લગ્ન કરવા માટે એક યુવક હજારો કિલોમીટરનું અંતર અને સાત સમુદ્ર પાર કરીને ભારત આવ્યો અને યુવતી સાથે ખુબ જ ધામધૂમથી લગ્ન પણ કર્યા, ત્યારે હવે તેના લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ અનોખા લગ્ન જોવા મળ્યા હતા મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં. જ્યાં ઓસ્ટ્રેલિયાથી એક યુવક જાન જોડીને મનાવરમાં એક સાઇકલ રીપેર કરનારની દીકરી સાથે લગ્ન કરવા માટે આવી પહોંચ્યો હતો. આ લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા અને હવે બે દિવસ પછી 21મી ડિસેમ્બરે વરરાજા તેની નવી દુલ્હનને સાત સમંદર પાર પોતાની સાથે લઈ જશે. 18 ડિસેમ્બર રવિવારના રોજ મનાવરમાં રહેતા સાદિક હુસૈનની પુત્રી તબસ્સુમના લગ્ન ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહેતા એશ હોન્સચાઈલ્ડ સાથે થયા હતા.

તબસ્સુમના પિતા સાદિક હુસૈનની મનાવર બસ સ્ટેન્ડ પર સાઇકલ રિપેર કરવાની નાની દુકાન છે. પિતા સાદિકે જણાવ્યું કે વર્ષ 2016માં તબસ્સુમને એમપી સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટે 45 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળી હતી અને લગભગ એક વર્ષ પછી 2017માં તબસ્સુમ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન ગઈ હતી. અહીં વર્ષ 2020માં તેને જર્મનીની એક કંપની પાસેથી લગભગ 74 લાખ રૂપિયા સ્કોલરશિપ તરીકે મળી હતી. હાલમાં તબસ્સુમ આ જ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે કામ કરે છે.

તબસ્સુમે જણાવ્યું કે તે અને એશ હોન્સચાઈલ્ડ બ્રિસ્બેનની એક જ કોલેજમાં ભણ્યા હતા. એશ સિનિયર હતો અને તે જુનિયર હતી. તેઓ કોલેજમાં એકબીજાને મળ્યા અને પછી ધીમે ધીમે પ્રેમમાં પડ્યા. તેણે ઓગસ્ટ 2022માં જ ઓસ્ટ્રેલિયામાં કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ પરિવારની ઈચ્છા મુજબ અને રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવાનું તેમણે નક્કી કર્યું. પરિવારના સભ્યોને તેમના પ્રેમ વિશે જણાવ્યું અને જ્યારે બંનેના પરિવારજનો સંબંધ માટે સંમત થયા ત્યારે એશ તેની માતા અને પરિવાર સાથે મણવર આવ્યો હતો જ્યાં રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા.

Niraj Patel