કોરોના કાળમાં જોવા મળ્યો અનોખા લગ્નનો નજારો, એક ડઝન બળદ ગાડામાં નીકળી જાન, DJ અને બેન્ડની જગ્યાએ કર્યું આ ખાસ આયોજન

જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ જૂની પરંપરાઓ અને રિવાજો જાણે ભૂલતા જાય છે. આજના સમયમાં લગ્નની અંદર મોટા ઠાઠમાઠ, બેન્ડ, ડીજે, મોંઘી દાટ ગાડીઓ અને કેટલીય જાહોજલાલી જોવા મળે છે, પરંતુ હાલમાં એક અનોખા લગ્ન સામે આવ્યા છે જેમાં જૂની પરંપરા જીવંત જોવા મળી રહી છે.

આ લગ્ન યુપીના દેવરિયા જિલ્લામાં યોજાયા. આ લગ્નની અંદર લકઝરી કાર, ઘોડા હાથી નહીં પરંતુ બળદ ગાડામાં જાન રવાના થઇ. આ જાનને જતા જેને પણ જોઈ તે બસ તેને જ જોતું રહી ગયું. સોશિયલ મીડિયા ઉપર હવે આ જાનનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ અનોખા લગ્નની જાન દેવરિયા જિલ્લાના કુશહરી ગામથી પકડી બજાર જઈ રહી હતી. જેનું અંતર 35 કિલોમીટર હતું. પરંતુ વરસાદના વાતાવરમાં પણ આ જાનને જોવા માટે લોકો પોતાના ઘરોની બહાર નીકળી રહ્યા હતા.

આ જાનની અંદર બળદ ગાડાનો કાફલો જોવા મળ્યો. બળદ ગાડા ઉપર જ વર કન્યા અને જાનૈયાઓ સવાર હતા આ જાનની અંદર ડીજે અને બેન્ડની જગ્યાએ લોકો ફરુઆહી લોકનૃત્ય ઉપર ઝુમતા જોવા મળ્યા. આ જાન જ્યાંથી પણ નીકળી ત્યાંથી લોકો આ અનોખી જાનની તસવીરો અને વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરવા લાગ્યા.

તો આ અંગે વરરાજા છોટે લાલ પાલનું કહેવું છે કે “મેં વિચારી રાખ્યું હતું કે જયારે પણ મારા લગ્ન થશે ત્યારે જાન બળદ ગાંડમાં જ લઈને જઈશ જેના કારણે જૂની પરંપરાને આજના સમયમાં લોકો જુએ અને સમજી શકે. ગાડીઓના કારણે આ પરંપરા ખતમ થઇ રહી છે. હું લોકોને જૂની પરંપરા વિશે પણ જણાવી રહ્યો છું. છોટે લાલ મુંબઈની અંદર ફિલ્મોના શૂટિંગમાં કામ કરે છે.

તો આ બાબતે જાનૈયાઓ પણ જણાવ્યું હતું કે આજકાલ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે એવામાં અમે મોંઘવારી વિરુદ્ધ પણ સંદેશ આપી રહ્યા છીએ. આ જાનની અંદર એક દર્જન બળદ ગાડાં હતા અને વરસાદથી બચવા માટે તેના ઉપર પ્લાસ્ટિક પણ બાંધવામાં આવ્યું હતું. જુઓ આ અનોખી જાનનો વીડિયો…

Niraj Patel