લગ્નની અંદર સ્ટેજ ઉપર બેઠેલા વર-કન્યા સામે જ મિત્રએ એવી હરકત કરી દીધી કે વરરાજાએ તેને સ્ટેજ ઉપરથી જવા માટે કહ્યું, જુઓ વીડિયો

વરરાજાના મિત્રો આવીને સ્ટેજ ઉપર રૂપિયા ઉડાવવા લાગ્યા, અને પછી એક મિત્રએ કરી નાખી એવી હરકત કે વરરાજાને આવી ગયો ગુસ્સો અને પછી… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં  લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને લગ્નની જાહોજલાલી સોશિયલ મીડિયામાં પણ જોવા મળતી હોય છે. ઘન વીડિયોની અંદર લગ્નમાં થતી મજાક મસ્તીઓ પણ જોવા મળે છે. ક્યારેક સાળીઓ દ્વારા મસ્તી થતી હોય તો ક્યારેક વરરાજા મિત્રો મસ્તી કરતા હોય છે.

પરંતુ આ દરમિયાન એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. વીડિયોની અંદર વરરાજાના મિત્રની આ તોફાની સ્ટાઈલ જોઈને ઘણા લોકો હસવાનું રોકી શક્યા નહીં. હકીકતમાં વરરાજાના બે મિત્રો સ્ટેજ પર નોટો ઉડાવી રહ્યા હતા ત્યારે એક પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને વરરાજા પર પડ્યો. આ પછી, માત્ર વાતાવરણ જ નહીં, પણ વરરાજાની લાગણીઓ પણ બદલાઈ જાય છે, અને તે મિત્રને સ્ટેજ છોડવા કહે છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજાના બે મિત્રો સ્ટેજ પર નોટો ઉડાવી રહ્યા છે. દરમિયાન અચાનક એક મિત્ર તેનું સંતુલન ગુમાવી બેસે છે, અને તે વર પર પડે છે. મિત્રને પડતા જોઈને કન્યા પોતાની જાતને થોડી દૂર ખસેડે છે. વરરાજા તેના મિત્રની આ હરકત જોઈને ગુસ્સે થઈ જાય છે. જોકે, તે તેના મિત્રોને કંઈ કહેતો નથી. બસ સ્ટેજ છોડવાનો સંકેત આપે છે. જો કે, તે વ્યક્તિ તરત જ વરની માફી માંગે છે અને તેના સિંહાસનની એક બાજુ પર બેસી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by DIVYA SHARMA ™ (@divusharma_9)

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોને જોઈને ખડખડાટ હસી પણ રહ્યા છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટમાં વરરાજાના મિત્રનો મજાક પણ કરી રહ્યા છે. જો કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યાં સમયે બનાવવામાં આવ્યો છે તેની કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel