લગ્નની ખુશીઓ ફેરવાઇ માતમમાં ! જાન લઇને દુલ્હનને લેવા જઇ રહ્યો હતો દુલ્હો ત્યારે જ રસ્તામાં થયો અકસ્માત અને…

દુલ્હન ઘરે રાહ જોતી રહી અને ત્યાં જ વરરાજાનું માર્ગ અકસ્માતમાં મોત; એક ભૂલ થઇ અને તડપી તડપીને મર્યા

દેશમાંથી અનેક વાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. હાલ દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને અનેક લોકો લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે. ઘણીવાર લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઇ હોવાના સમાચાર પણ સામે આવતા હોય છે ત્યારે હાલમાં આવા જ સમાચાર સામે આવ્યા છે, જેમાં એક દુલ્હો તેની દુલ્હનને લેવા માટે સાસરે જાન લઇને જઇ રહ્યો હતો અને ત્યારે જ રસ્તામાં અકસ્માત થતા તેનું મોત નિપજ્યુ હતુ. દુલ્હનના ઘરે જયાં લગ્નના ગીતો ગવાઇ રહ્યા હતા ત્યાં આ અકસ્માતની જાણ થતા સન્નાટો છવાઇ ગયો હતો.

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. કન્યા રાહ જોતી રહી અને વરરાજાનું માર્ગ અકસ્માતમાં મોત થયું. ધારના ફુલગાંડી ગામ પાસે આ અકસ્માત થયો હતો. અહીં વરરાજાની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ખેતરમાં કૂદી પડી હતી. અહીંથી ઘાયલ વરરાજાને ઈન્દોર રેફર કરવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતુ. બરવાની જિલ્લાના તિતગરિયા (ખેડા) દાવાના ગામના રહેવાસી અંબારામ સિદ્દાદ સવારે તેમના પુત્ર રિતેશની જાન લઇને લબરિયા જવા ઘરેથી નીકળ્યા હતા. જાન સવારે 8 કલાકે લાબરીયામાં રાજેન્દ્ર દંતલેચાના ઘરે પહોંચવાની હતી અને સવારે 10 કલાકે લગ્નવિધિ થવાની હતી.

અહીં રિતેશના લગ્ન જ્યોતિ સાથે થવાના હતા. જાનના વાહનો લગ્ન સ્થળના 27 કિમી પહેલા ઈન્દોર-અમદાવાદ ચાર લેન પર પહોંચ્યા હતા ત્યારે વરરાજાની કારનો અકસ્માત થયો હતો. ત્યાના લોકોએ જણાવ્યું કે ફુલગાંડી ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. લોકોએ જણાવ્યું કે ટક્કર બાદ કાર હવામાં 16 ફૂટ ઉછળીને ખેતરમાં પડી ગઈ હતી. તે સમયે કારમાં વરરાજા અને અન્ય 4 લોકો હતા. અકસ્માતમાં દરેકને ઈજા થઈ હતી, પરંતુ વરરાજા અને તેના પિતરાઈ ભાઈને ગંભીર ઈજા થઈ હતી. કોઈક રીતે લોકોએ ઘાયલોને ખેતરમાંથી બહાર કાઢ્યા અને ઈન્દોર સારવાર માટે મોકલ્યા. અહીં રસ્તામાં જ વરરાજાનું મોત થયું હતું.

સરદાપુરના એસડીઓપી અનુસાર, અકસ્માતની જાણ શનિવારે સવારે થઈ હતી. તે પછી તેઓ ઘટનાસ્થળ તરફ પહોંચ્યા, ત્યાં સુધીમાં પરિવાર વરરાજા સાથે ઈન્દોર જવા રવાના થઈ ગયો હતો. રેલિંગ તોડીને કાર ખેતરમાં પહોંચી ગઈ છે. દેખીતી રીતે તેની ઝડપ ઘણી વધારે હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો. ઉલ્લેખની છે કે, પ્રારંભિક તપાસમાં ઘટના ડ્રાઈવરને ઝોકું આવતા થઈ છે. ઝોકું આવતા ડ્રાઈવર કાર પરથી નિયંત્રણ ગુમાવી બેઠો અને ઝડપી ગતિએ જઈ રહેલી કાર ખેતરમાં જઈને પડી.

Shah Jina