વરમાળા બાદ મંડપમાં બેઠેલી કન્યાએ હવામાં કર્યું ધડાધડ ચાર રાઉન્ડ ફાયર, બિચારો વરરાજા ચુપચાપ બાજુમાં બેસી રહ્યો… વાયરલ થયો વીડિયો

લગ્નના મંડપમાં બેઠા હતા વર-કન્યા, દુલ્હનની પાછળ ઉભેલા એક વ્યક્તિએ કન્યાના હાથમાં પકડાવી બંદૂક અને કન્યાએ હવામાં ચાર રાઉન્ડ ફાયર કરી દીધું.. હવે પોલીસ કરી રહી છે આ કામ.. જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઇન્ટરનેટ પર પણ તમે લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા પણ જોતા હશો. જેમાં લગ્નની અંદરથી કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને ઘણીવાર આપણે હેરાન પણ રહી જતા હોઈએ છીએ. આજકાલ લગ્નની અંદર કંઈક ખાસ કરવું એ ટ્રેન્ડ બની ગયો છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી. જ્યાં લગ્ન સમારંભ દરમિયાન દુલ્હને સ્ટેજ પરથી ફાયરિંગ કર્યું હતું. આ ઘટના વરમાળા બાદ બની હતી જ્યારે દુલ્હન તેના વર સાથે સોફા પર બેઠી હતી. પાછળ ઉભેલા એક વ્યક્તિએ કન્યાને રિવોલ્વર આપી અને પછી તેણે સ્ટેજ પર ફાયરિંગ કર્યું.

આ મામલે પોલીસે શોધખોળ શરૂ કરતાં ફાયરિંગ કરનારી કન્યા ફરાર થઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક દુલ્હન પિસ્તોલ પકડીને હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરતી જોવા મળે છે, જ્યારે વરરાજા તેની બાજુમાં શાંતિથી બેઠો છે. આ મામલે હાથરસ જંક્શન પોલીસસ્ટેશનના એસએચઓએ જણાવ્યું હતું કે, “હાથરસ જંકશન વિસ્તારની રહેવાસી કન્યા રાગિણી સામે આઈપીસીની કલમ 25(9) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડના ડરથી તે ફરાર થઈ ગઈ છે. અમે તેને શોધી રહ્યા છીએ.

પોલીસે એમ પણ જણાવ્યું કે “અમે તે વ્યક્તિની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ જેણે કન્યાને પિસ્તોલ આપી.” પોલીસે 23 વર્ષની દુલ્હન વિરુદ્ધ લગ્નના દિવસે ઉજવણીમાં ફાયરિંગ કરવા બદલ કેસ નોંધ્યો છે. દુલ્હનના સંબંધીએ હાથરસ જિલ્લાના એક ગેસ્ટ હાઉસમાં શુક્રવારે રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો.

કથિત વીડિયોમાં એક અજાણ્યો વ્યક્તિ કન્યાને પિસ્તોલ આપતો જોઈ શકાય છે. વરમાળા બાદ દુલ્હન હવામાં ફાયરિંગ કરતી જોઈ શકાય છે. અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.” ત્યારે વાયરલ થઇ રહેલા વીડિયો પર પણ લોકો પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel