“મેં એને ઉભા ઉભા ગળું કપાતા જોઈ છે, ગળામાંથી લોહીનો ધોધ વહેતો હતો” રડતા રડતા ગ્રીષ્માની માતાએ જે કહ્યું તે સાંભળીને રડવું આવી જશે

સુરતની માસુમ ગ્રીષ્માની હત્યા બાદ તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. રડી રડીને ગ્રીષ્માના પરિવારજનોની હાલત ખરાબ થઇ રહી છે.  જે ઉંમરમાં ગ્રીષ્માને સપના જોવાના હતા એ ઉંમરમાં જ હત્યારા ફેનિલ ગોયાણીએ તેની ગળું કાપીને હત્યા કરી નાખી. ગ્રીષ્માની જે સમયે હત્યા કરવામાં આવી હતી ત્યારે તેની માતા પણ ત્યાં ઉપસ્થિત હતી.

પોતાની આંખો સામે જ પોતાની વ્હાલસોયી દીકરીનું ગળું કપાતા જોઈને એક માતા ઉપર શું વીતી હશે તેની કલ્પના પણ કરવી ખુબ જ મુશ્કેલ છે. ત્યારે ગ્રીષ્માના માટે વિલાસબેન વેકરીયાએ મીડિયા સામે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, બીબીસી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તે આ ઘટનાની આપવીતી અને પોતાનું દુઃખ રડતા રડતા વ્યક્ત કરી રહ્યા હતા.

ગ્રીષ્માના માતા વિલાસબેને જણાવ્યું કે, “મેં એને ઉભા ઉભા ગળું કપાતા જોઈ છે, ગળામાંથી લોહીનો ધોધ વહેતો હતો, મારી સામે. મારી છોકરીનો કોઈ વાંક નહોતો !” બોલતા બોલતા જ ગ્રીષ્માની માતાની આંખોમાંથી ધડ ધડ આંસુઓ વહેવા લાગ્યા હતા. એમને જણાવ્યું કે “એનું મને બહુ બધું યાદ આવે છે.”

ગ્રીષ્માના માતાએ જણાવ્યું કે “ગ્રીષ્મા એમ કહેતી હતી કે હું સાસરે જઈને પણ રોજ તારા ઘરે પોતા કરવા માટે પણ આવીશ, બધા કામ કરી આપીશ.” ગ્રીષ્માના પપ્પાએ પણ કહ્યું કે “ગ્રીષ્મા ઘરના દરેક કામમાં એની મમ્મીને મદદ કરતી હતી, રસોઈ કરવાનું હોય કે પછી કોઈ પણ કામ હોય, તેના માટે કોઈ કામ એવું નહોતું કે આ કામ તેના માટે અઘરું હોય.”

ગ્રીષ્માના માતા-પિતા દિવ્યાંગ છે. ત્યારે તેના પિતાએ જણાવ્યું કે, “ગ્રીષ્મા તેની મમ્મીને ખુબ જ મદદ કરતી હતી, તેને થતું કે તે ચાલી શકે એમ નથી તો હું તેના માટે આ વસ્તુ કરું.જેથી કરીને મારી મમ્મીને મદદ થાય.” ગ્રીષ્માની ફોઈએ પણ જણાવ્યું કે “તે ભણવામાં હોશિયાર હતી, ડ્રોઈંગનો પણ તેને શોખ હતો. કરાટેનો શોખ હતો, સંગીતનો શોખ હતો. અને ખાસ તેને ઇન્સ્પેકટર બનવું હતું. એને નામ રોશન કરવું હતું પપ્પા-મમ્મીનું, સમાજનું, દેશનું.”

ગ્રીષ્માની મમ્મી આ હત્યાને લઈને જણાવી રહ્યા છે કે, “મારે કઈ નહિ મારે ન્યાય જોઈએ. મારી છોકરી માટે, કાપી નાખી એને. નિર્દોષ મારી છોકરીનો કોઈ વાંક નહોતો. બીજું હું કોઈને કઈ કહેવા નથી માંગતી મારે ફક્ત ન્યાય જોઈએ. મેં એને મારી આંખો સામે ગળું કપાતા જોઈ છે, મેં બધાને બૂમો પાડી કે કોઈ તો મારી દીકરીને બચાવો, કોઈક તો દવાખાને લઈને જાવ.” આટલું બોલીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ગયા.

Niraj Patel