લાડકવાયી ગ્રીષ્માનાં અંતિમ સંસ્કારમાં સૌ કોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, જુઓ તસવીરો

સુરતમાં બનેલી ખુબ જ દયનિય ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારી ગ્રીષ્માની આજે અંતિમ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને તમામ લોકોએ ગ્રીષ્માને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં પણ ગ્રીષ્માની અંતિમ યાત્રાની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને લોકો પણ ભાવ વિભોર થઇ રહ્યા છે. આજનો દિવસ ખુબ જ ગમગીની ભર્યો છે. સુરતમાં જે દીકરીની હત્યા થઇ એ દીકરીના આજે અંતિમસંસ્કાર થઇ રહ્યા છે. પરિવારની લાડકવાયી દેહને ભેટી ભેટીને પપ્પા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. અંતિમ સંસ્કારમાં માતાના કરુણ આક્રંદે આખા સુરતને ધ્રુજાવી નાખ્યું છે. આ એવી ઘટના છે જેમાં હાજર સૌ કોઈ રડી પડ્યું.

ગ્રીષ્માની હત્યાનો મામલો આજે આખા ગુજરાતમાં આગની જેમ પ્રસરી રહ્યો છે. ઠેર ઠેર લોકો ગ્રીષ્માને ન્યાય મળે આને આરોપીને ફાંસી થાય એવી માંગણી કરી રહ્યા છે. ગ્રીષ્માના પરિવારજનો પણ આરોપી ફેનિલને ફાંસીના માંચડે લટકાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે હવે લોકો સામે હત્યારા ફેનીલનાં કારસ્તાન પણ ખુલ્લા પડી રહ્યા છે. ફેનીલનાં એક પછી એક કાંડ હવે સામે આવવા લાગ્યા છે.

હત્યારા  ફેનિલ ગોયાણીની એક પછી એક પોલ ખુલીને સામે આવી રહી છે. ગ્રીષ્માની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ફેનિલ પ્રત્યે આજે આખા ગુજરાતની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તેના એવા એવા કારસ્તાન ખુલ્લા પડ્યા છે કે સાંભળીને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે.

ગ્રીષ્માનું ચાકુથી ગળું કાપી નાખીને મોતને ઘાટ ઉતારનારો ફેનિલ પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આગાઉ તે એક ચોરીના મામલામાં પકડાઈ ચુક્યો છે. કતારગામ વિસ્તારની અંદર એક ઇનોવા ગાડીની ચોરી કર્યા બાદ તેને ગીરવે મૂકીને પૈસા લેવાની તૈયારીમાં હતો પરંતુ ત્યારે જ પોલીસે તેના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા.

ગાડીની ચોરી થતા જ ગાડીના માલિક ગણતરીના સમયમાં જ કતારગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચોરીની જાણ કરી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રવિવારે સાંજે પીડિત યુવતીના પરિવારને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પીડિતાના પરિવારજનોને સાંત્વના આપી હતી અને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

ગાડીના માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગાડીમાં લાગેલા જીપીએસ ટ્રેકરની મદદથી ગણતરીની મિનિટોમાં જ ગાડીને કડોદરા ખાતેથી કોર્ડન કરી લેવામાં આવી હતી. પરંતુ ત્યારે ગાડીની અંદર કોઈ મળ્યું નહોતું, પરંતુ આ બાબતે પોલીસ તપાસ કરતા ફેનિલનું નામ સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ફેનિલની પુછપરછ કરતા તેને પોતાના બે મિત્રો સાથે ગાડીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત ફેનિલ સુરતની અમરોલી વિસ્તારની આર.વી પટેલ કોલેજના બીકોમમાં અભ્યાસ કરતો હતો. જૂન 2020માં કોલેજના પ્રથમ વર્ષમાં જ પૂરતી હાજરી ન હોવાને કારણે તેને પરીક્ષા આપતો અટકાવી દેવાયો હતો. તેનું ફોર્મ વિથડ્રોલ કરાવી દેવાયું હતું. યુવતી પણ એ જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ફેનીલ માત્ર આ જ યુવતી નહીં. પરંતુ, અન્ય યુવતીઓ સાથે પણ ફરતો દેખાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફેનિલ કોલેજમાં મહિનામાં એકાદ બે વાર જ જતો હતો. કોલેજમાં ગયા બાદ પણ તે વર્ગખંડમાં જવાને બદલે કેમ્પસમાં બેસી રહેતો હતો. ફેનિલ પોતાના ગજવામાં તિક્ષ્ણ હથિયારો લઈને કોલેજમાં આવીને જાણે રૌફ જમાવવાનો પ્રયાસ કરતો હોય એ પ્રકારે કેમ્પસમાં ફરતો હતો. છોકરીઓની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે.

ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હતો. જેમાં તે કોલેજના યુવક યુવતીઓને બેસવાની સૂવાની અને બીજી વ્યવસ્થા કરી આપતો હતો. સેવન સ્ટાર નામથી કપલ બોક્સ કાફે કાપોદ્રા વિસ્તારના સ્કાય લાર્ક શોપિંગ સેન્ટરમાં ચલાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલમાં સેવન સ્ટાર કાફે નામથી બીજાનું કપલ બોક્સ ચલાવતો હતો.

YC