ગ્રીષ્માના મોત પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે, કોલેજમાં ખીલખીલાટ કરતી ગ્રીષ્માને સપનામાં પણ ખબર નહોતી કે આજે તેની જિંદગીનો છેલ્લો દિવસ છે

આજથી બરાબર 10 દિવસ પહેલા એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ સુરતની અંદર એક ખુબ જ દુઃખદ ઘટના બની, જેમાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની ફેનિલ ગોયાણી નામના યુવકે ગળું કાપીને હત્યા કરી નાખી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો અને લોકોમાં હત્યારા ફેનિલ પ્રત્યે લોકોનો ગુસ્સો ફૂટેલો જોવા મળ્યો હતો.

ગ્રીષ્માની હત્યા બાદ તેના વિશેની પળે પળની માહિતી લોકો જાણવા માટે ઉત્સુક બન્યા અને ગ્રીષ્માની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ. ત્યારે હાલ ગ્રીષ્માની કોલેજની અંદરના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ગ્રીષ્મા કોલેજની અંદર ખીલખીલાટ કરતી જોવા મળી રહી છે.

ગ્રીષ્માનો આ વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક પણ થઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો હત્યાના દિવસનો છે. જયારે ગ્રીષ્મા કોલજેમાં ગઈ હતી, ત્યાં ક્લાસમાં લાગેલા સીસીટીવી કેમરામાં તે કેદ થઇ હતી, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગ્રીષ્મા હસી રહી છે, ક્લાસમાં સવાલોના જવાબ આપવા આંગળી પણ ઉઠાવી રહી છે.

પરંતુ ગ્રીષ્માને સપનામાં પણ ખબર નહોતી કે આજે તેના જિંદગીનો અંતિમ દિવસ હશે, માથા ઉપર કાળ લઈને સવાર હત્યારો ફેનિલ તેની ઘરે રાહ જોઈ રહ્યો હશે સાંજ સુધીમાં તેની હત્યા પણ કરી નાખશે. ગ્રીષ્મા માટે આજે આખો દેશ ન્યાયની માંગણી કરી રહ્યો છે. બધા જ આરોપીને ફાંસી થાય તેવી માંગ કરી રહ્યા છે.

આ મામલામાં પોલીસે ગઈકાલે કોર્ટની અંદર 2500 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી હતી, આગાઉ હત્યારા ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આ ત્રણ દિવસમાં પોલીસે ઘટના સ્થળે લઇ જઈને રિકંસ્ટ્રક્શન પણ કરાવ્યું અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આરોપી ફેનિલ અને તેના મિત્ર વચ્ચેની ઓડિયો કલીપનો ટેસ્ટ પણ કરાવ્યો. જે પોઝિટીવ આવ્યો.

Niraj Patel