આખા ગુજરાતને જે ગ્રીષ્માની હત્યા ઉપર દુઃખ થઇ રહ્યું છે તે ગ્રીષ્મા બનવા માંગતી હતી પોલીસ ઇન્સ્પેકટર, જુઓ તેના નિધન બાદ શું થઇ તેના ઘરની હાલત

દરેક માતા પિતા માટે તેમની દીકરી વ્હાલનો દરિયો હોય છે, જીવ કરતા પણ વ્હાલી હોય છે, પરંતુ આ દીકરી જો અકાળે દુનિયા છોડીને ચાલી જાય તો માતા પિતાની શું હાલત થાય તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. અને તેમાં પણ જો કોઈ નરાધમ દીકરીને પીંખી નાખે, તેની હત્યા કરી નાખે તો માતા-પિતા જીવતે જીવ જાણે મોતને ભેટ્યા હોય તેવું અનુભવે. હાલ ગ્રીષ્માના પરિવાર અને તેના માતા-પિતાના માથે એવું જ દુઃખ મંડરાઈ રહ્યું છે.

ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માના માતા-પિતાના રડી રડીને આંસુઓ સુકાઈ નથી રહ્યા, આજે તેની અંતિમ યાત્રા નીકળી રહી છે અને તેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત થઇ રહ્યા છે. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગ્રીષ્મા તેના પરિવારની ખુબ જ લાડકી દીકરી હતી, તે જે કોઈ વસ્તુ ઉપર હાથ મૂકે તેને તેના માતા-પિતા આપવાતાં હતા. ગ્રીષ્માના સપના પણ ખુબ જ ઊંચા હતા, તે પોલીસ ઇન્સ્પેકટર બનવા માંગતી હતી. ગ્રીષ્માએ તલાટી મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ફોર્મ પણ ભર્યું હતું અને તેના માટે થઈને તે રોજ સવારે 4 વાગે ઉઠીને તૈયારીઓ પણ કરતી હતી.

જે સમયે ગ્રીષ્માની નરાધમ ફેનિલે ગળું કાપી અને હત્યા કરી નાખી ત્યારે ગ્રીષ્માની માતા સામે જ ઉભી હતી અને આ નજારો જોઈને તે ઢળી પડ્યા હતા. જેના બાદ શું થયું તે વાતથી પણ તે અજાણ હતા. તેમને તો એમ જ કહેવામાં આવ્યું હતું કે ગ્રીષ્મા હજુ સારવાર હેઠળ છે, પરંતુ હવે જયારે તેમને ખબર પડી કે દીકરી આ દુનિયામાં જ નતી રહી ત્યારે માતાના હાલ પણ રડી રડીને ખરાબ થઇ રહ્યા છે.

ગ્રીષ્માના ફોઈએ જણાવ્યું હતું કે ગ્રીષ્મા ખુબ જ સંસ્કારી હતી, ક્યાંય દુપટ્ટો લીધા વિના બહાર પણ નહોતી નીકળતી. ગમે ત્યાં જાય તો પણ તે ફોન કરી અને માતાના હલચલ પૂછતી હતી, તે માત્ર તેના માતા-પિતાની જ નહિ આખા ઘરની લાડલી હતી. ઘરકામ અને અભ્યાસ સાથે સાથે તે ટીકી લગાડવાનું કામ ઘરમાં કરી અને બે રૂપિયા પણ કમાતી હતી.

તેના ફોઈ રાધાબેને વધુમાં એમ પણ જણાવ્યું કે ગ્રીષ્મા ખાવાનું પણ ખુબ જ સરસ બનાવતી હતું, તેના જમવાનો ટેસ્ટ અંગાલા ચાટી જાવ તેવો હતો. આ સાથે  જ તેને ડ્રોઈંગનો પણ શોખ હોવાનું તેમને જણાવ્યું હતું. ગ્રીષ્મા પોટનાઈ બચતમાંથી જ ખરીદી કરતી હતી અને તેને કપડાનો પણ ખુબ જ શોખ હતો.

Niraj Patel