“મારા ભાઈ ભાભી દિવ્યાંગ છે, સામનો કરી શકે એવી પરિસ્થિતિમાં અમે નથી” રડતા રડતા ગ્રીષ્માના મોટા પપ્પાનું નિવેદન આવ્યું સામે, જુઓ

સુરતમાં થયેલા માસુમ દીકરી ગ્રીષ્માની હત્યાના પડઘા આખા દેશની અંદર પડી રહ્યા છે, બધા જ ગુજરાતીઓને ગ્રીષ્માની હત્યાનું દુઃખ છે, તો લોકો પણ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. ગઈકાલે ગ્રીષ્માના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ત્યારે આ સમયે ઘણા કરુણ દૃશ્યો પણ સર્જાયા હતા. ગ્રીષ્માના માતા-પિતાના આક્રંદ વચ્ચે આખો માહોલ શોકમય બની ગયો હતો.

ત્યારે ગ્રીષ્માના મોટા પપ્પાએ પણ મીડિયા સામે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ગ્રીષ્માના મોટા પપ્પાએ જણાવ્યું હતું કે, “મારા ભાઈ ભાભી દિવ્યાંગ છે અને સામનો કરી શકે એવી પરિસ્થિતિમાં નથી.” ગ્રીષ્માના મોટા પપ્પા બે હાથ જોડીને રડતા રડતા પોતાનું દુઃખ અભિવ્યક્ત કરી રહ્યા હતા.

ગ્રીષ્માના મોટા પપ્પાએ એમ પણ જણાવ્યું કે, “દીકરી જતી રહી પરંતુ જે ઘટનાઓ છે તે જીવનના અંત સુધી મગજમાં રહેશે.” તેમને એમ પણ જણાવ્યું કે હવે આપણા સમાજે જાગૃત થવું પડશે અને આપણા બાળકોને શિક્ષણ આપવું પડશે. આપણું સંપૂર્ણ ધ્યાન આપણા બાળકો ઉપર હોવું જોઈએ કે આપણું બાળક શું કરે છે. શું નથી કરતું, એના મગજની અંદર કેવા પ્રકારના વિચારો ચાલે છે. આ બધી જ વસ્તુઓ ઉપર ધ્યાન આપવું પડશે. ”

ગ્રીષ્માના પરિવારજનોનું અંતિમ યાત્રામાં હૈયાફાટ રુદન સામે આવ્યું હતું. ગ્રીષ્મા તેના પરિવારની ખુબ જ લાડકી દીકરી હતી, તેના પપ્પા આફ્રિકામાં હતા અને તે પોતાની માતા સાથે સુરતમાં રહેતી હતી. તે જે કોઈ વસ્તુ ઉપર હાથ મૂકે તેને તેના માતા-પિતા અપાવાતાં હતા. ગ્રીષ્માના સપના પણ ખુબ જ ઊંચા હતા, તે પોલીસ ઇન્સ્પેકટર બનવા માંગતી હતી. ગ્રીષ્માએ તલાટી મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ફોર્મ પણ ભર્યું હતું અને તેના માટે થઈને તે રોજ સવારે 4 વાગે ઉઠીને તૈયારીઓ પણ કરતી હતી.

ગ્રીષ્માનો નાનો ભાઈ ધ્રુવ મુખાગ્નિ આપ્યા બાદ રીતસરનો ભાંગી પડ્યો હતો. જેના બાદ ધ્રુવને તાત્કાલિક અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાંથી ઘરે મોકલી દેવો પડ્યો હતો. ગ્રીષ્મા કરતા તેનો ભાઈ ચાર વર્ષ નાનો છે. હાલ તેની ઉંમર માત્ર 17 વર્ષની છે. આ ઉંમરે પોતાની મોટી બહેનની ચિતાને મુખાગ્નિ આપવી પડશે તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

ગ્રીષ્માની અંતિમ યાત્રા શરૂ થતા પહેલા પણ ઘણા ભાવુક કરી દેનારા દૃશ્યો સર્જાયા હતા, ગ્રીષ્માના પાર્થિવ દેહને તેના માતા-પિતા છોડવા માટે તૈયાર નહોતા, તેને બાથ ભરીને આક્રંદ કરી રહ્યા હતા, ગ્રીષ્માના માતા પિતાનું આવું હૈયા ફાટ રુદન જોઈને ત્યાં ઉપસ્થિત સૌ લોકોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા.

Niraj Patel