ગ્રીષ્માની અંતિમ વિદાયમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, માતા પિતાનું હૈયા ફાટ રુદન, ભાઈએ આપી મુખાગ્નિ, જુઓ ભાવુક કરી દેનારી તસવીરો

ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માના પિતા આફ્રિકા હોવાના કારણે બે દિવસથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા, પરંતુ પિતાના આવતા જ દીકરીની અંતિમ યાત્રા યોજાઈ, ગ્રીષ્માના પિતા પણ તેના મોતથી અજાણ હતા અને જયારે તેમને દીકરીના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તેમનું પણ હૈયું કંપી ઉઠ્યું હતું.

ગ્રીષ્માની આજે અંતિમ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને તમામ લોકોએ ગ્રીષ્માને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ ગ્રીષ્માની અંતિમ યાત્રાની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને લોકો પણ ભાવ વિભોર થઇ રહ્યા છે.

ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઇ ગઈ છે અને તેના માતા-પિતા પોતાની વ્હાલસોયી દીકરીના નિધનથી તૂટી ચુક્યા છે અને ચોંધાર આંસુએ રડી રહ્યા છે. સમાજના લોકો પણ ભીની આંખે ગ્રીષ્માને શ્રધાંજલિ આપવા પહોંચી રહ્યા છે.

ગ્રીષ્માની અંતિમ યાત્રાની લઈને આખી સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે, મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવી રહી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આખા વિસ્તારની અંદર જિલ્લા પોલીસનો કાફલો ખડેપગે ઉભો છે. તો સુરત બોર્ડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે. તો ઘણા ખાનગી વાહનો ઉપર ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપતા અને તેની અંતિમ યાત્રામાં જવાના પોસ્ટર લાગેલા છે.

ગ્રીષ્માની અંતિમ યાત્રા શરૂ થતા પહેલા પણ ઘણા ભાવુક કરી દેનારા દૃશ્યો સર્જાયા હતા, ગ્રીષ્માના પાર્થિવ દેહને તેના માતા-પિતા છોડવા માટે તૈયાર નહોતા, તેને બાથ ભરીને આક્રંદ કરી રહ્યા હતા, ગ્રીષ્માના માતા પિતાનું આવું હૈયા ફાટ રુદન જોઈને ત્યાં ઉપસ્થિત સૌ લોકોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા.

ગ્રીષ્માના પરિવાર દ્વારા આરોપી ફેનિલને ફાંસીના માચડે ચઢાવી દેવાની માંગણી કરવામાં આવી છે તો લોકો પણ આરોપીને ફાંસી થાય તેવી માંગ કરી રહ્યા છે. સ્મશાનમાં આવેલા લોકોએ પણ ગ્રીષ્માના હત્યારાને ફાંસી થાય તેવી માંગણી કરી હતી, ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી તે જ જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી.

તો શહેરના રસ્તા ઉપર નીકળેલી ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઘણા લોકો બાઈક અને કાર સહીત અન્ય વાહનો લઈને આ સ્મશાન યાત્રામાં સામેલ થયા હતા. રસ્તા ઉપર બે કિલોમીટર જેવી લાઈનો લાગેલી હતી. જેના કારણે પોલીસને પણ રસ્તાને એક તરફથી બંધ કરી દેવાની ફરજ પડી હતી.

Niraj Patel