ફેનિલે ડિસેમ્બરમાં છપ્પ્યુ લીધું હતું, બંને આરવી પટેલ કોલેજ ખાતે પણ મળ્યાં અને પછી ફરવા ગયાં હતા, ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી તે જગ્યા

સુરતની માસુમ ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી દેનારા હત્યારા ફેનિલ ગોયાણીના આજે સાંજે 4 વાગે રિમાન્ડ પૂર્ણ થઇ ગયા છે. કોર્ટ દ્વારા હત્યારા ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા, જેના બાદ પોલીસને આ મામલામાં ઘણા બધા ખુલાસાઓ હાથ લાગ્યા છે. આ કેસની તપાસ એસઆઈટીની ટિમ દ્વારા તેજ ઝડપે કરવામાં આવી રહી છે.

ગ્રીષ્માની હત્યાને લઈને સોશિયલ મીડિયામાં પણ લોકોનો રોષ ભભૂકી રહ્યો છે. ફેનિલે જે રીતે ગ્રીષ્માની હત્યા કરી હતી તેનો વીડિયો પણ કોઈએ બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો હતો. જેના બાદ ગ્રીષ્માના પરિવાર સાથે સામાન્ય લોકો પણ હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.

ફેનિલના રિમાન્ડ મંજુર થયા બાદ આ હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી ફેનિલને સાથે રાખીને અલગ અલગ જગ્યા ઉપર લઇ જવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી કે બનાવના દિવસે તે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી. આ બધી જગ્યા ઉપર ફેનિલને સાથે લઈને પોલીસ ફરી હતી.

ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો જેના બાદ તે તેના મિત્ર સાથે અમરોલી વુસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો. જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને લઇ જવામાં આવ્યો હતો.

ફેનિલને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સૌ પ્રથમ કામરેજ પોલીસ સ્ટેશનથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્રના કાફે લઈ જવામાં આવ્યો, જેના બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી અમરોલી વિસ્તારમાં યુવતીની કોલેજ અને છેલ્લે પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી ત્યાં લાવવામાં આવ્યો. જ્યાં વીડિયોમાં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરાવવામાં આવ્યો હતો.

ગ્રીષ્માના ઘરની બહાર ફેનિલને રિકન્સ્ટ્રકશન કરવા માટે પોલીસ લઈને આવી ત્યારે ગ્રીષ્માના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રીષ્માની હત્યા સમયે ફેનિલે 25થી 30 મિનિટ સુધી ખૂની ખેલ ખેલ્યો હતો.

સોશિયલ મીડિયા ઉપર પણ ફેનિલ નામના આ નરાધમ સાયકો પ્રેમી ઉપર પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર વિપુલ માંગરોળિયા નામના એક યુઝરે લખ્યું કે, “ગ્રીષ્માના હત્યારાને નપુંસક બનાવી દેવો જોઈએ.” તો આ મામલે પ્રખ્યાત લેખક જય વસાવડાએ તેમની એફબી પોસ્ટમાં ટોણો માર્ટા લખ્યું કે, “આપણાથી તો થાંભલા સારા.”

તો બીજા પણ ઘણા લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. કોઈ આ ઘટનાને વેબસીરીઝ ઉપર દોષ ઢોળી રહ્યું છે તો કોઈ આ ઘટનાને લઈને ફેનિલના માતા પિતાના સંસ્કારો ઉપર પણ દોષ ઢોળી રહ્યું છે. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં પણ લોકોનો ફેનિલ પ્રત્યેનો રોષ જોવા મળ્યો હતો અને તેને ફાંસી થાય એવી માંગણી પણ કરવામાં આવી હતી.

Niraj Patel