ગ્રીષ્માની બહેનનું છલકાયું દર્દ, વીડિયો શેર કરીને કહ્યું “મિસ યુ ગ્રીષ્મા દીદી”, જુઓ વીડિયો

ગ્રીષ્માની બહેને શેર કર્યો આંખોમાં આંસુઓ લાવી દે તેવો વીડિયો, હસ્તી રમતી ખીલખીલાટ કરતી ગ્રીષ્માનું હત્યારા ફેનિલે એક ઝાટકે ગળું કાપી નાખ્યું…

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં થયેલ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની અંદર સુરતની સેસન્સ કોર્ટ દ્વારા ગઈકાલે ચુકાદો સંભળાવવામાં આવ્યો. માસુમ ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી દેનારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે, જેના બાદ ગ્રીષ્માના પરિવારે આ ન્યાય માટે સંતોષ માન્યો છે.

ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ગ્રીષ્માની બહેન ગ્રીષ્માને યાદ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોની અંદર ગ્રીષ્માની ઘણી બધી તસવીરો એકસાથે એડિટ કરી એક વીડિયો બનાવવામાં આવ્યો છે જેના બેકગ્રાઉન્ડમાં “લાડકી” સોન્ગ વાગી રહ્યું છે.

આ વીડિયોને જોઈને ગ્રીષ્માની યાદ ફરી તાજી થઇ રહી છે અને લોકો પણ આ વીડિયોને જોઈને ભાવુક થઇ રહ્યા છે, સાથે જ ગ્રીષ્માની બહેને કેપશનમાં લખ્યું છે, “Miss you Grishma Didi”. આ વીડિયોને જોઈને કોઈની પણ આંખો ભીની થઇ જાય, તમે પણ આ વીડિયોને જોઈને ચોક્કસથી ભાવુક થઇ જશો.

તમને જણાવી દઈએ કે ગઈકાલે હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટમાં જજે ઓર્ડર વાંચતા પહેલા શ્લોક વાંચ્યો અને કહ્યું કે દંડ દેવો સરળ નથી. મારી 28 વર્ષની કારકિર્દી છે.  હત્યા વખતે ગ્રીષ્મા નિઃસહાય હતી. 12 ઈંચનું ચપ્પુ ગ્રીષ્માના ગળા પર હતું. જ્યારે તે આરોપીથી દૂર જવા ઈચ્છતી હતી ત્યારે ગળા પર ઘા કરતા લોહી નીકળવા લાગ્યું હતું.

ગાળામાંથી લોહીના ફુવારા ઉડ્યા. ગ્રીષ્મા આરોપીના પગમાં પડી તો પણ આરોપીને જરાય દયા ન આવી. લોકોએ આવો હત્યાનો બનાવ કદાચ જ જોયો હશે. જેને કારણે લોકો તેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.આરોપીમાં પસ્તાવો કે કાયદાનો ડર દેખાતો નથી. કેસ બાદ માનીતી બહેનને પોતાની તરફેણમાં નિવેદન આપવાનું કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

કોર્ટે પોતાના જજમેન્ટમાં જણાવ્યું કે આરોપીએ ઠંડા કલેજે 2 લોકોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર માનવામાં આવે છે. ગ્રીષ્મા માત્ર 20 વર્ષની હતી તેના પણ સપના હતા. પરિવારના સભ્યો કોર્ટ રૂમમાં રડી પડ્યા હતા. આ કેસમાં 506 પાનાનું જજમેન્ટ હતું.

Niraj Patel