હત્યારા ફેનિલનો મોટો ધડાકો, કહ્યું, “ગ્રીષ્માનો ફોન બગડી ગયો, નવો ફોન લીધો, જૂનો ફોન મામાના હાથમાં આવી ગયો અને અંદર ફોટો…”

સુરતના બહુ ચર્ચિત ગ્રીષ્મા કેસની અંદર એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ માસુમ ગ્રીષ્માની ફેનિલ ગોયાણી નામના યુવાને જાહેરમાં ગળું કાપી અને હત્યા કરી નાખી હતી જેના બાદ તેને પણ ઝેરી દવા ગટગટાવી અને હાથમાં છરો માર્યો હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી બે દિવસ પહેલા જ તેને રજા આપવામાં આવી અને હાલ તે પોલીસના રિમાન્ડ હેઠળ છે.

આરોપી ફેનીલને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 3 દિવસના રોમંદ મંજુર કરવામાં આવ્યા છે. આ દરમિયાન આરોપી ફેનિલ અને તેના મિત્રની વાતચીતની એક ઓડિયો કલીપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં પણ ફેનિલ ગ્રીષ્માની હત્યા કરી દેવાનું જણાવી રહ્યો છે. આ ઉપરાંત પણ ફેનિલના ઘણા બધા ખુલાસા સામે આવ્યા છે.

ફેનિલે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા ગ્રીષ્માનો ફોન તૂટી જવાના કારણે તેને નવો ફોન લીધો હતો અને જૂનો ફોન રીપેર થતા તેના મામાના હાથમાં આવી ગયો અને અંદર રહેલા ફોટોથી બંનેના સંબંધોની જાણ તેના મામાને થઇ ગઈ હતી અને આ વાત ગ્રીષ્માએ ફેનિલને જણાવી હતી.

જેના બાદ ગ્રીષ્માએ ફેનિલને વાત ના કરવાનું જણાવ્યું હતું અને સામેથી મેસેજ કરવાનું જણાવ્યું હતું. જેના બાદ ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનિલને અમરોલીની જેઝેડ કોલજ પાસે બોલાવ્યો હતો. જ્યાં ગ્રીષ્મા સાથે તેના મામા અને કાકા પણ હાજર હતા. ત્યાં ગ્રીષ્માના કાકા અને મામાએ ફેનિલને ધમકી આપતા કહ્યું હતું કે જે લફડું હોય તે મૂકી દેજે નહિ તો ટેરો વારો પડી જશે. જેના બાદ ફેનિલે કહ્યું હતું કે મારી અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ સંબંધ છે તો અમારા લગ્ન કરાવી આપો. જેના બાદ તેના મામાએ આ બધું બંધ કરી દેવા અને તેના ઘરે તેના મમ્મી પપ્પાને મળવાનું જણાવ્યું હતું.

ફેનિલે એમ પણ જણાવ્યું કે તેના બાદ સમાજમાં બદનામીના ડરથી ફેનિલે મળવાની ના પાડી હતી. પરંતુ ગ્રીષ્મા સાથે તેના મેસેજ ઉપર વાત ચાલુ જ હતી. ત્યારબાદ દિવાળી ઉપર ફેનિલના મોટા બાપાના દીકરા ઉપર ફોન આવ્યો હતો કે ફેનિલ ગ્રીષ્માને હેરાન કરી રહ્યો છે અને ગ્રીષ્માના મામાએ તેને હીરાબાગ સર્કલ પાસે બોલાવ્યો છે. જેના બાદ ફેનિલ અને તેના મોટા બાપાનો દીકરો બંને હીરાબાગ સર્કલ પાસે ગયા હતા.

જ્યાં ગ્રીષ્માના મામાએ ફેનિલનો ફોન લઈને ફોટો અને મેસેજ ડીલીટ કરાવી દીધા હતા. જેના બાદ ફેનિલે એમ પણ જણાવ્યું કે તેના ઘરે એક દિવસ રાત્રે 5-7 માણસો ગાડી લઈને આવ્યા હતા અને તું ફેનિલ છે તેમ કહીને લાફો પણ માર્યો હતો. જેના બાદ ફેનિલે પણ સામે લાફો માર્યો હતો અને તે લોકોએ ફેનીલનાં માતા પિતાને પણ માર માર્યો હતો. આ ઘટના બાદ ફેનિલે ગ્રીષ્મા સાથે વાત બંધ કરી દીધી હતી અને ત્યારબાદ હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

Niraj Patel