ગ્રીષ્માની હત્યા પહેલાનો એક નવો Video આવ્યો સામે

આજથી બરાબર 10 દિવસ પહેલા એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ સુરતની અંદર એક ખુબ જ દુઃખદ ઘટના બની, જેમાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની ફેનિલ ગોયાણી નામના યુવકે ગળું કાપીને હત્યા કરી નાખી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો અને લોકોમાં હત્યારા ફેનિલ પ્રત્યે લોકોનો ગુસ્સો ફૂટેલો જોવા મળ્યો હતો.

જ્યારથી સુરતમાં ગ્રીષ્માની હત્યા થઇ ચેહ ત્યારથી આ મર્ડર કેસમાં દરરોજ નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હવે સુરતની દીકરીની હત્યાનાં થોડાંક કલાકો પહેલાંનો વીડિયો સામે આવ્યો છે. હત્યાના દિવસે ગ્રીષ્માએ કોલેજમાં બહેનપણીઓ સાથે કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઘટના બની તે દિવસે ખૂબ જ ખુશ દેખાતી હતી

પરંતુ તેણે પોતે પણ કયારેય વિચાર્યું નહીં હોય કે મોત તેની બહાર રાહ જોઇ રહ્યું છે અને આજે તેની જિંદગીનો છેલ્લો દિવસ હશે. ગ્રીષ્મા વેકરિયાની હત્યા થઈ તે દિવસથી હજુ સાત દિવસ પહેલા જ કોલેજો ઓફલાઈન શરૂ થઈ હતી અને ગ્રીષ્મા નિયમિત કોલેજમાં ભણવા જતી હતી. 12મી ફેબ્રઆરીને શનિવારના રોજ ગ્રીષ્મા સમયસર પોતાના ક્લાસરૂમમાં પહોંચી ગઈ હતી. CCTV ફુટેજમાં જોઇ શકાય છે કે તે હાજરી માટે પોતાનો હાથ પણ ઊંચો કરે છે.

ગ્રીષ્માની હત્યા બાદ તેના વિશેની પળે પળની માહિતી લોકો જાણવા માટે ઉત્સુક બન્યા અને ગ્રીષ્માની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ. ત્યારે હાલ ગ્રીષ્માની કોલેજની અંદરના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ગ્રીષ્મા કોલેજની અંદર ખીલખીલાટ કરતી જોવા મળી રહી છે.

ગ્રીષ્માનો આ વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક પણ થઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો હત્યાના દિવસનો છે. જયારે ગ્રીષ્મા કોલજેમાં ગઈ હતી, ત્યાં ક્લાસમાં લાગેલા સીસીટીવી કેમરામાં તે કેદ થઇ હતી, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગ્રીષ્મા હસી રહી છે, ક્લાસમાં સવાલોના જવાબ આપવા આંગળી પણ ઉઠાવી રહી છે.

પરંતુ ગ્રીષ્માને સપનામાં પણ ખબર નહોતી કે આજે તેના જિંદગીનો અંતિમ દિવસ હશે, માથા ઉપર કાળ લઈને સવાર હત્યારો ફેનિલ તેની ઘરે રાહ જોઈ રહ્યો હશે સાંજ સુધીમાં તેની હત્યા પણ કરી નાખશે. ગ્રીષ્મા માટે આજે આખો દેશ ન્યાયની માંગણી કરી રહ્યો છે. બધા જ આરોપીને ફાંસી થાય તેવી માંગ કરી રહ્યા છે.

આ મામલામાં પોલીસે ગઈકાલે કોર્ટની અંદર 2500 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી હતી, આગાઉ હત્યારા ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આ ત્રણ દિવસમાં પોલીસે ઘટના સ્થળે લઇ જઈને રિકંસ્ટ્રક્શન પણ કરાવ્યું અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આરોપી ફેનિલ અને તેના મિત્ર વચ્ચેની ઓડિયો કલીપનો ટેસ્ટ પણ કરાવ્યો. જે પોઝિટીવ આવ્યો.

YC