“મારી ગ્રીષ્માના અંતિમ સંસ્કાર થઇ ગયાને.. એના બીજા દિવસે એને ફાંસી થઇ જવી જોઈએ.” ગ્રીષ્માના ફોઈએ કડક શબ્દોમાં ન્યાયની કરી માંગ

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતની અંદર 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરી નાખવામાં આવી, આ ઘટનાના પડઘા આખા ગુજરાતની અંદર પડી રહ્યા છે અને આરોપીને જલ્દી જ ફાંસી થાય તેવી માંગણી ગ્રીષ્માના પરિવાર અને લોકો દ્વારા પણ ઉઠી રહી છે. ગ્રીષ્માનો પરિવાર ઉપર આ સમયે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને જલ્દી જ આરોપીને સજા થાય તેવી માંગણી પણ કરી રહ્યો છે.

ગ્રીષ્માના પરિવારજનો સાથે ગુજરાત મિત્ર મીડિયા દ્વારા ખાસ વાત કરવામાં આવી હતી. જેમાં તેના પરિવારજનો એ રિપોર્ટર સામે પોતાનું દુઃખ અભિવ્યક્ત કર્યું હતું અને ન્યાય માટેની માંગણી પણ કરી હતી. ગ્રીષ્માના ફોઈ રાધાબેન દ્વારા પણ આ ઘટના બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગ્રીષ્માનો ભાઈ જયારે જણાવી રહ્યો હતો કે, “સરકાર પ્રુફ માંગે છે, તો આ વિડિયોનો પ્રુફ છે સરકાર સામે તો સરકાર એક્શન કેમ નથી લેતી ? ત્યારે ગ્રીષ્માના ફોઈએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “રાહ શેની જોવાય છે ? મારી ગ્રીષ્માના અંતિમ સંસ્કાર થઇ ગયાને તેના બીજા દિવસે તેને ફાંસી થઇ જવી જોઈએ. રાહ નહિ જોવાની. રાહ જોવાની જરૂર જ નથી.”

ગ્રીષ્માના ફોઈ એમ પણ કહી રહ્યા છે કે “અમારી દીકરી સાથે જે થયું છે તે વાતનું અમને અતિશય દુઃખ છે, પણ દેશની કોઈ દીકરી સાથે આવું ના થવું જોઈએ. જે બન્યું એ વાતનું અમને અતિશય દુઃખ થાય છે, અમારી દીકરી એવી હતી નહીં અને અમે તેની સાથે એનો ફોટો જોઈ નથી શકતા. ગ્રીષ્માના ફોઝ પણ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કરતા રડી પડ્યા હતા અને તેમને પણ બે હાથ જોડીને ન્યાયની અપીલ કરી હતી.

આ ઉપરાંત બીબીસી મીડિયા સાથે વાત કરતા ગ્રીષ્માના ફોઈએ જણાવ્યું હતું કે, “અમારી દીકરીને પુરેપુરો ન્યાય મળવો જોઈએ. જેથી આવા નરાધમો બીજીવાર આંખ ઉઠાવીને જુએ નહીં અને દેશની કોઈપણ દીકરી આનો ભોગ ના બને. સુરક્ષિત કઈ રીતે રહી શકશે અમારી છોકરીઓ. કે સરકાર એને પુરે પુરી સુરક્ષા આપશે ત્યારે. એને અભ્યાસ કરવા કઈ રીતે જવું ? આવા બનાવો બન્યા રાખશે તો. બેનર તો સરકાર લગાવે છે “બેટી બચાઓ, બેટી પઢાઓ” જો આવા જ બનાવ બને તો એ બેનર ઉતારી લો. સુત્રોચાર કરવાનું બંધ કરી દો.”

Niraj Patel