ગ્રીષ્માનો કેસ લડી રહેલા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું ક્યારે મળશે હત્યારા ફેનિલને સજા, જુઓ શું કહ્યું ?

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ થયેલા માસુમ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની અંદર અંતિમ તબક્કાનું કોર્ટ ટ્રાયલ ચાલી રહ્યું છે, ગ્રીષ્મ વેકરીયા તરફથી તેને ન્યાય અપાવવા માટેનો કેસ જિલ્લા સરકારી વકીલ શ્રી નયન સુખડવાલા લડી રહ્યા છે, તો બીજી તરફ ગ્રીષ્માની હત્યા કરનારા આરોપીનો કેસ ઝમીર શેખ નામના વકીલ લડી રહ્યા છે.

આ દરમિયાન નયન સુખડવાલાએ મીડિયા સાથે પણ વાત કરી હતી અને તેમને આ કેસનો નિર્ણય કેટલા દિવસમાં આવી જશે તે વિશે પણ પોતાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેસ એવો પહેલો કેસ છે જે આટલો ઝડપી ચાલ્યો હોય. તેમને જણાવ્યું કે બુધવારના રોજથી મારી દલીલો શરૂ થશે ત્યારબાદ આરોપી પક્ષની દલીલો શરૂ થશે અને પછી આ કેસનું જજમેન્ટ આવશે.

જિલ્લા સરકારી વકીલ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે કોર્ટમાં બે વીડિયો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મરનારનું ગળું કાપવામાં આવતો વીડિયો હતો તે અને ત્યારબાદ આરોપી ગળું કાપ્યા બાદ હાથમાં માવા જેવું કઈ લઇ અને ખાતો હોય તે બંને વીડિયો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ ઉપરાંત ફેનિલ અને આકાશ વચ્ચે જે વાત થઇ કે “મેં પેલીને મારી નાખી છે તું જલ્દી અહીંયા આવ !” તે ઓડિયો પણ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.

તેમને વધુમાં જણાવ્યું કે આ સાથે આ વીડિયો અને ઓડિયો સાથે કોઈ ચેડાં નથી થયા તે અંગેનું સર્ટિફિકેટ પણ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું અને FSLના અધિકારીની જુબાનીથી પણ એ વાત પુરવાર કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે આરોપીના ચહેરા ઉપર આ દરમિયાન કોઈપણ પ્રકારનો રંજ હોય તેવું દેખાયું નહોતું.

નયન સુખડવાલાએ એમ પણ જણાવ્યું કે જયારે ગ્રીષ્માની માતાની જુબાની લેવામાં આવી હતી ત્યારે ચાલુ જુબાની દરમિયાન તેમની આંખોઆંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી. તે વર્ણવવું ખુબ જ મુશ્કેલ છે. તેમને એમ પણ જણાવ્યું કે આ મામલામાં કોર્ટનું નિર્ણય આપવાનું કામ ખુબ જ કઠિન રહેવાનું છે અને મને એમ લાગે છે કે એપ્રિલના પહેલા અઠવાડિયામાં આ કેસનો ચુકાદો આવી શકે છે.

Niraj Patel