ફેનિલ ગોયાણીના વકીલે કર્યો સૌથી મોટો ખુલાસો, આ કેસ ખુબ જ મુશ્કેલ છે તે છતાં પણ હું આરોપીને બચાવવાનો પૂરતો પ્રયત્ન …

ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ સુરતમાં થયેલા માસુમ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની અંદર કોર્ટ ટ્રાયલ ચાલુ છે. ગ્રીષ્મા તરફથી આ કેસ સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા છે તો બીજી તરફ હત્યારા ફેનિલ ગોયાણીનો કેસ વકીલ ઝમીર શેખ દ્વારા લડવામાં આવી રહ્યો છે, આ દરમિયાન કોર્ટમાં પણ બંને વકીલો વચ્ચે દલીલો થતી રહે છે.

ત્યારે હાલમાં એસ 9 ન્યુઝ ચેનલ દ્વારા હત્યારા ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખ સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં ઝમીર શેખે ઘણીબધી ચોંકાવનારી વાતો જણાવી હતી. ઝમીર શેખે જણાવ્યું હતું, આ કેસ ખુબ જ મુશ્કેલ છે તે છતાં પણ હું આરોપીને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યો છું.

ત્યારે આજે 30 માર્ચના રોજ કોર્ટમાં જે કાર્યવાહી થઇ તેને લઈને તેમને જણાવ્યું કે આજે કોર્ટમાં ફર્ધર સ્ટેટમેન્ટ કોર્ટ દ્વારા લેવામાં આવ્યું છે. અમે તેના જવાબો આપ્યા છે. લગભગ 910 કે 12 સવાલો હતા, તમામના અમે આરોપી તરફથી જવાબો આપ્યા છે, જેના બાદ અમને કહેવામાં આવ્યું હતું કે તમે કઈ વધુમાં કહેવા માંગો છો ત્યારે અમે જણાવ્યું હતું કે અમે વધુ પુરાવા રજૂ કરવા માંગીએ છીએ.

બચાવ પક્ષના વકીલે વધુમાં જણાવ્યું કે તેના બાદ અમે એક પેન ડ્રાઈવ અને ફોટોગ્રાફ નામદાર કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટમાં રજૂ કરાયેલા ફોટોગ્રાફ વિશે તેમને જણાવતા કહ્યું કે આ ફોટોગ્રાફ એવા છે જેમાં પ્રોસિક્યુશનની જે સ્ટોરી છે. ચાર્જશીટ જે છે તેમાં એક તરફી પ્રેમ ફેનિલ તરફથી હતો, તે વાતને હું ખોટી સાબિત કરવા માંગુ છું.

તેમને વધુમાં એમ પણ જણાવ્યું કે આ એક તરફી પ્રેમ નહોતો, તેવું હું આ ફોટોગ્રાફ દ્વારા સાબિત કરવા માંગુ છું. હવે નામદાર કોર્ટ તેને કઈ રીતે લે છે અને તેનાથી અમને કઈ રીતે મદદ થશે તે તો નામદાર કોર્ટ જ નક્કી કરશે. આ ઉપરાંત આ કેસમાં જે ફેનિલ ગોયાણીના ધર્મના બહેન છે તેને લઈને પણ તેમને કઈ જણાવવાની ના પાડી હતી.

Niraj Patel