હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા મળ્યા બાદ, ગ્રીષ્માના લાડકા ભાઈએ સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો, જે કહ્યું એ સાંભળીને રડી જશો

ગ્રીષ્માના ભાઈએ બહેનને યાદ કરીને શેર કર્યો ભાવુક કરી દેનારો વીડિયો, સાથે જ કહ્યું, “આરોપી એક જ વાર મરશે, પણ…”

સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા વેકરીયા કેસનો આખરે ચુકાદો આવી જ ગયો. આ કેસ ઉપર આખા ગુજરાતની નજર મંડાયેલી હતી અને મોટાભાગના લોકોની માંગ હતી કે ગ્રીષ્માનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરી દેનારા ફેનિલ ગોયાણી નામના નરાધમને ફાંસીની સજા થાય અને કોર્ટે પણ આ ઘટનાના 82 દિવસ બાદ હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી.

ફેનિલ ગોયાણીને ફાંસીની સજા મળ્યા બાદ ગ્રીષ્માના પરિવારજનોએ કોર્ટના આ નિર્ણયને લઈને સંતોષ માન્યો હતો ત્યારે હવે ગ્રીષ્માના લાડકા ભાઈ ધ્રુવ વેકરીયાએ તેના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે, સાથે જ એક ભાવુક કરી દેનારો સંદેશ પણ તેને લખ્યો છે, ધ્રુવ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો જોઈને લોકોની આંખમાંથી પણ આંસુઓ વહી રહ્યા છે.

ધ્રુવ વેકરીયાએ આ વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે, “આરોપીને ફાંસીની સજા થઈ…એક જ વાર મરશે, પરંતુ પરિવાર રોજ પુત્રીની યાદમાં આંસુઓ સાથે ઝૂરશે.” ધ્રુવ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોની અલગ અલગ સ્લાઇડમાં ગ્રીષ્માના ફોટોગ્રાફ જોવા મળી રહ્યા છે, સાથે જ “તેરી લાડકી મેં” ગીત પણ સંભળાઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે જે સમયે ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરી હતી ત્યારે ગ્રીષ્માનો ભાઈ ધ્રુવ વેકરીયા પણ ત્યાં હાજર હતો. ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માના ભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો અને તેને ઘાયલ કર્યો હતો, જેના બાદ ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી અને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ગ્રીષ્માની હત્યા બાદ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી હતી, જેના બાદ કોર્ટમાં ડે ટુ ડે ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રીષ્મા તરફથી તેનો કેસ જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા હતા જયારે ફેનિલનો કેસ વકીલ ઝમીર શેખ લડી રહ્યા હતા. સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાને જોતા કોર્ટ દ્વારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફરમાવવામાં આવી.

Niraj Patel