બહેનના લગ્નમાં જે ભાઈએ પોતાના હાથે જવ તલ હોમવાના અભરખા જોયા હતા એ હાથે જ આપવી પડી બહેનને મુખાગ્નિ, હવે રાખડી વગર સુનો રહેશે હાથ

સુરતની માસુમ દીકરી ગ્રીષ્મા વેકરીયાના હત્યાના કારણે આખા ગુજરાતની અંદર રોષની લાગણી જોવા મળી. ગ્રીષ્માના પરિવારજનો સાથે બધા જ લોકો આરોપી હત્યારા ફેનિલને ફાંસી થાય એવી માંગણી કરી રહ્યા છે. ત્યારે આજે ગ્રીષ્માની અંતિમ યાત્રા સુરતમાંથી નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રીષ્માની અંતિમ યાત્રા તેના ઘરેથી નીકળી સ્મશાન પહોંચી, જ્યાં ગ્રીષ્માના પાર્થિવ દેહને તેના ભાઈએ મુખાગ્નિ આપી હતી. ગ્રીષ્માના ભાઈએ બહેનના લગ્નની અંદર જે હાથે જવ-તલ હોમવાના સપના જોયા હતા એ જ હાથથી બહેનની ચિતાને મુખાગ્નિ આપવી પડે તેનું દુઃખ ભાઈના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

ગ્રીષ્માનો નાનો ભાઈ ધ્રુવ મુખાગ્નિ આપ્યા બાદ રીતસરનો ભાંગી પડ્યો હતો. જેના બાદ ધ્રુવને તાત્કાલિક અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાંથી ઘરે મોકલી દેવો પડ્યો હતો. ગ્રીષ્મા કરતા તેનો ભાઈ ચાર વર્ષ નાનો છે. હાલ તેની ઉંમર માત્ર 17 વર્ષની છે. આ ઉંમરે પોતાની મોટી બહેનની ચિતાને મુખાગ્નિ આપવી પડશે તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

જયારે ફેનિલે ગ્રીષ્માના ગળા ઉપર ચાકુ મૂક્યું ત્યારે ધ્રુવ પણ સામે જ ઉભો હતો. પોતાની બહેનને બચાવવા જતા નરાધમ ફેનિલે ધ્રુવ ઉપર પણ હુમલો કરીને તેને પણ ઈજાઓ પહોંચાડી હતી, ધ્રુવને માથા, પગ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેના બાદ તેની સારવાર પણ કરાવવી પડી હતી. આજે બહેનને મુખાગ્નિ આપી રહ્યો હતો ત્યારે પણ તેની ઈજાઓ ઉપર બાંધેલા પાટા જોવા મળી રહ્યા હતા.

Niraj Patel