“સરકાર પાસે વીડિયોનું પ્રુફ છે પછી એમને શું સાબિતી જોઈએ ? મારી આંખો સામે મારી બહેનને….” ગ્રીષ્માના ભાઈનું છલકાયું દર્દ

સુરતની માસુમ ગ્રીષ્માની હત્યાના પડઘા આખા દેશની અંદર પડી રહ્યા છે. આ ઘટનાને લઈને લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને ઠેર ઠેર આરોપી ફેનિલને ફાંસી થાય એવી માંગણી થઇ થઇ રહી છે. આ ઉપરાંત ગ્રીષ્માના પરિવારજનો પણ ફેનિલને ફાંસી આપવામાં આવે અને જલ્દી જ તેને સજા મળે તેવી માંગણી કરી રહ્યા છે.

આ ઘટનાને લઈને ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાનું પણ દર્દ બહાર આવ્યું હતું. ધ્રુવ માટે આ ઘટના ખુબ જ દર્દદાયક હતી, કારણ કે હત્યાના દિવસે ધ્રુવ ગ્રીષ્માની સામે જ ઉભો હતો, તેને આ દયનિય ઘટના તેની આંખો સામે જોઈ હતી, આ દૃશ્યો ધ્રુવ ક્યારેય નહિ ભૂલી શકે, અને તેને પોતાનું દર્દ મીડિયા સામે વ્યક્ત કર્યું હતું.

આ બાબતે એક મીડિયા ચેનલ ગુજરાત મિત્ર સાથે ગ્રીષ્માના પરિવારજનોએ વાત કરી હતી, જેમાં પરિવારે રડતા રડતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ગ્રીષ્માના ભાઈ ધ્રુવ પણ રડતા રડતા ડુસકા ભરતા ભરતા પોતાની વાત જણાવી રહ્યો હતો. ધ્રુવ કહી રહ્યો છે કે, “બહેનને મારીને પાછો મસાલા જેવી કોઈ વસ્તુ ખાય છે.”

ધ્રુવ એમ પણ કહી રહ્યો છે કે, “સરકાર પ્રુફ માંગે છે, તો આ વિડિયોનો પ્રુફ છે સરકાર સામે તો સરકાર એક્શન કેમ નથી લેતી ? સાબિતી છે તે છતાં તે હોસ્પિટલમાં દાખલ છે અમને અહીંયા કઈ નહિ થતું હોય ? 10 મીટર પણ દૂર નહોતો ઉભો હું, મારી સામે થયેલું છે. કોઈ ભાઈને કહેજો એની બહેનની….” આટલું બોલતા બોલતા જ ધ્રુવની આંખોમાં આંસુઓ આવી ગયા, તે આગળ બોલી પણ ના શક્યો.

ગ્રીષ્માના ભાઈ ધ્રુવને પણ તેના પરિવાર જનો સાચવી લે છે અને તેને સમજાવે છે કે તારા માતા પિતાને હવે તારે સાચવવા છે તારે કઠણ બનવાનું છે. પરંતુ ધ્રુવની આંખોમાંથી ધડ ધડ આંસુઓનો પ્રવાહ વહેવા લાગે છે. કારણ કે ધ્રુવે તેની આંખો સામે જ આ ઘટનાને જોઈ છે અને પોતાની આંખો સામે જ વ્હાલસોયી બહેનને ખોઈ બેઠો છે.

Niraj Patel