ગ્રીષ્માના ભાઈને આજે પણ થઇ રહ્યો છે આ વાત પછતાવો, છેલ્લીવાર તે બહેન સાથે મોબાઈલને લઈને ઝઘડ્યો હતો

ગ્રીષ્માના ભાઈનું છલકાયું દર્દ, આંખોમાં આંસુઓ સાથે યાદ કરી એ ઘટનાને જેમાં 2 દિવસ સુધી ભાઈ-બહેન ઝઘડીને વાત પણ નહોતી કરી

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ થયેલા માસુમ ગ્રીષ્મા હત્યા કેસ ઉપર આખા ગુજરાતની નજર હતી. પોલીસે પણ આ કેસમાં ખુબ જ ઝડપી કાર્યવાહી કરી હતી, અને હવે કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી છે, ગ્રીષ્માનો પરિવાર કોર્ટના આ નિર્ણયથી સંતુષ્ટ છે.

ત્યારે આ દરમિયાન હવે ગ્રીષ્માના પરિવારજનોનું પણ નિવેદન સામે આવી રહ્યું છે. બીબીસી મીડિયા દ્વારા ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયા સાથે વાત કરવામાં આવી હતી, જેમાં તેમને પોતાના દિલનો ભાર હળવો કર્યો હતો અને સાથે જ ગ્રીષ્મા સાથેની યાદને તાજી કરી હતી, સાથે જ ગ્રીષ્મા સાથે થયેલા તેના ઝઘડા વિષે પણ વાત કરી હતી.

ધ્રુવ વેકરીયાએ જણાવ્યું હતું કે “રોજ સવારે સાથે ઉઠતા હતા, રોજ રાત્રે સાથે સુતા હતા, એ બધી ઘણી બધી યાદો તેની સાથે જોડાયેલી છે. હું છેલ્લી વાર તેની સાથે ઝઘડ્યો હતો. મોબાઈલ બાબતે. આ એની છેલ્લી યાદ છે અને આજે પણ ઉઠીને એ અનુભવ થાય છે કે મારે એવું ના કરવું જોઈએ”

કઈ વાતને લઈને ઝઘડો થયો હતો એ બાબતે ધ્રુવે જણાવ્યું કે, “અમે મામાના ઘરે હતા અને ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ. ડિસ્પ્લે માટે અમે બંને ઝઘડતા હતા, મેં નથી તોડી, મેં નથી તોડી એવી વાતે ઝઘડતા હતા અને બે દિવસ સુધી એકબીજા સાથે વાત પણ નહોતી કરી. આજે એમ થાય છે કે એ મેં ખોટું કર્યું. એવું ના કરવું જોઈએ.”

આ ઉપરાંત ધ્રુવ હત્યાના દિવસની ઘટનાને યાદ કરતા પણ જણાવે છે કે, “મેં એને બચાવવાનો ખુબ જ પ્રયત્ન કર્યો, મેં અને મારા મોટા પપ્પાએ પણ બચાવવાનો ખુબ જ પ્રયત્ન કર્યો. નાનપણથી મોટા થયા હતા, લડતા ઝઘડતા. છેલ્લી એક 23 તારીખ હતી જયારે અમે કાકા બાપાના બધા જ છોકરાઓ ભેગા થયા હતા અને એ દિવસ અમારી ખુશીનો છેલ્લો દિવસ હતો. એ છેલ્લા દિવસે અમે સાથે ખુશી મનાવી હતી.

Niraj Patel