ખબર

માસુમ ગ્રીષ્માને ચાકુથી રહેંસી નાખનારા હત્યારા ફેનિલને કોર્ટે દોષિત માનતા જ તેના ફોઈએ જે કહ્યું તે સાંભળીને તમારુ કાળજું પણ કંપી ઉઠશે

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ થયેલા માસુમ ગ્રીષ્મા હત્યા કેસ ઉપર આખા ગુજરાતની નજર હતી. આ કેસને લઈને લોકો પણ આરોપીઓને જલ્દી જ સજા થાય તેવી માંગણી કરી રહ્યા હતા. પોલીસે પણ આ કેસમાં ખુબ જ ઝડપી કાર્યવાહી કરી હતી, અને હવે કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી છે.

આ હત્યાના 69 દિવસ બાદ માસુમ ગ્રીષ્માનું ગળું કાપી અને તેને મોતને ઘાટ ઉતારી દેનારા હત્યારા ફેનિલ ગોયાણીને સેશન્સ કોર્ટ દ્વારા ગઈકાલે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જેના બાદ હવે કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી છે. ફેનિલને ગઈકાલે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો.

ફેનિલ ગોયાણીએ ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની તેના ઘરની બહાર જ સરાજાહેર ગળામાં ચપ્પુ મારી અને હત્યા કરી નાખી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જનતા દ્વારા પણ આરોપીને ફાંસી થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપીની પોલીસે ધપરકડ કરી લીધી હતી.

પોલીસે ગણતરીના દિવસોમાં જ કોર્ટની અંદર 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેના બાદ કોર્ટની અંદર આ કેસનું ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહ્યું હતું. ગ્રીષ્મા તરફથી આ કેસને જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા હતા. તો ફેનીલનો કેસ વકીલ ઝમીર શેખ લડી રહ્યા હતા. કોર્ટની અંદર સાક્ષીઓના નિવેદન અને તથ્યો રજૂ કર્યા બાદ બંને વકીલોએ દલીલો પણ કરી હતી. જેના બાદ આ કેસના ચુકાદાની રાહ જોવામાં આવી રહી હતી.

ગતરોજ હત્યારા ફેનિલ ગોયાણીને સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને દોષિત જાહર કરવામાં આવ્યો. ત્યારે ગ્રીષ્માના આંટી પણ રડી પડ્યા હતા અને તેમને રડતા રડતા કોર્ટના આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, જે બનાવ બન્યો છે એવો બનાવ બનવો ન જોઈએ. કોર્ટ સમક્ષ જેટલા પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે તમામ પુરાવા સત્ય પુરવાર થયા છે. આરોપીના વિરોધમાં જે કલમો લગાડવામાં આવી છે તેનાથી અમે સંતુષ્ટ છીએ. સમાજમાં રોજ રોજ આવા બનાવો બને છે. આવા આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. જેથી અમારી ગ્રીષ્મા જેવી અન્ય કોઈ ગ્રીષ્મા ન હોમાય. નામદાર કોર્ટ જે સજા આરોપીને કરશે તે અમને માન્ય છે અને અમને આશા છે કે આવા ક્રૂર આરોપીને ફાંસીની સજા જ થાય.