દીકરી ગ્રીષ્માના નિધન બાદ છલકાયું તેના પિતાનું દર્દ, પહેલીવાર આવ્યા સામે, કરી ખુબ જ મોટી વાત કહ્યું.. “સરકાર અમને…”

સુરતના બહુ ચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાં તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા. ત્યારે હવે પહેલીવાર ગ્રીષ્માના પિતા પણ મીડિયા સામે આવ્યા છે અને તેમને પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ગ્રીષ્માના નિધન બાદ તેના દિવ્યાંગ માતા પિતા તૂટી ચુક્યા છે અને દીકરીને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ પણ કરી રહ્યા છે.

ગ્રીષ્માના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમની દીકરીને તાત્કાલિક ન્યાય મળે અને આરોપીને સજા થાય. તેમને એમ પણ જણાવ્યું કે સરકાર દ્વારા અમને પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે તમામ લોકોનો પણ અમને સહકાર મળી રહ્યો છે.

ગ્રીષ્માના પિતા આફ્રિકા રહે છે અને તેમને પણ તેમની દીકરીની હત્યા થઇ હોવાની જાણ થઇ નહોતી. તે જયારે ભારત આવ્યા અને તેમને જાણ થઇ કે તેમની દીકરીની હત્યા થઇ છે ત્યારે તેઓ પણ તૂટી ગયા હતા. ગ્રીષ્માના પિતાના ભારત આવ્યા બાદ ગ્રીષ્માના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગ્રીષ્માના અંતિમ સંસ્કાર ગત મંગળવારના રોજ યોજાયા હતા.

ગ્રીષ્માની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, સુરતના રસ્તાઓ ઉપર પણ ખુબ જ મોટી ભીડ જોવા મળી હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. ઘણા લોકો બાઈક અને કાર તેમજ અન્ય વાહનો લઈને સ્મશાન યાત્રામાં જોડાયા હતા. આ બધા વચ્ચે જ ગ્રીષ્માના માતા-પિતા અને પરિવારજનોનું હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું હતું, જેના કારણે માહોલ પણ ગમગીન બની ગયો હતો.

ગઈકાલના રોજ પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિએએ ગ્રીષ્મા વેકરિયાના  ઘરે જઈને પરિવારને સાંત્વના આપી હતી. ત્યારે ગ્રીષ્માના પરિવારજનોએ સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “ભલે અમારી દીકરી સાથે આવી ઘટના બની, પરંતુ અન્ય દીકરીઓ સાથે આવું ના બને તેનું ધ્યાન સમાજે રાખવું જોઈએ.”

ગ્રીષ્માના ઘરે તેના પરિવારને સાંત્વના આપવા માટે પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ મથુર સવાણી, કાનજી ભાલાળા સહિતના અગ્રણીઓ પહોંચ્યા હતા.જ્યાં શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. ગ્રીષ્માના પરિવાર દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે અમારી ગ્રીષ્મા સાથે જે બર્બરતા પૂર્વકની ઘટના બની તે આપણા સમાજ જ નહીં પરંતુ કોઈપણ સમાજની દીકરી સાથે બની શકે છે. જેના માટે આપણે સતર્ક થવાની અને ગંભીરતા લેવાની જરૂર છે.

ગ્રીષ્માના પરિવારે એમ પણ જણાવ્યું કે સમાજે એ પ્રકારે કાર્ય કરવા જોઈએ કે જેમાં આ પ્રકારની માનસિકતા ધરાવતા યુવાનો ઉભા ના થાય, કારણ કે આવા યુવાનો જ સમાજ માટે ખતરારૂપ છે. તો આ ઘટનાને લઈને ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહે જણાવ્યું હતું કે, ગ્રીષ્માની હત્યાના દ્રશ્ય જોઇને ભલભલાને હચમચાવી દે તેવા હતા. એક યુવાન આ પ્રકારની માનસિકતા સાથે કોઈ દીકરીના ઘરે પહોંચ્યા બાદ તેની ગળું કાપીને હત્યા કરી નાખે એ ક્યારેય સાખી લેવાય નહીં.”

લવજીભાઈએ એમ પણ જણાવ્યું કે, “આ ઘટનાને સમાજ માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો માની શકાય છે. સમાજના અગ્રણી તરીકે અમે આ પ્રકારની માનસિકતા યુવાનોની ઊભી ન થાય અને આપણું યુવાધન ગેરમાર્ગે ન જાય તેના માટે અમે વિચારી રહ્યા છે અને એ પ્રકારે જાગૃતિના કાર્યક્રમ આપવાનું વિચાર્યું છે. જેથી આ માનસિકતાથી આપણા યુવાનો દૂર રહે અને સમાજની દીકરીઓની રક્ષા કરવાની આપણી પ્રથમ ફરજ છે એ પ્રકારનો વિચાર વહેતો થાય તેવા પ્રયાસ તરફ આગળ વધીશું.”

Niraj Patel