ચાલુ વરઘોડામાં રસ્તાની વચ્ચે જ આ યુવતીએ “પુષ્પા”ના “ઉ અંટવા” ગીત ઉપર લગાવ્યા એવા ઠુમકા કે જોનારાની પણ આંખો ચાર થઇ ગઈ, જુઓ વીડિયો

“પુષ્પા” ફિલ્મના ગીતો ઉપર આ છોકરીએ તો રસ્તા વચ્ચે જ લગાવી દીધી આગ, ચણીયા ચોળી અને આંખો ઉપર કાળા ચશ્મા પહેરીને વરસાવ્યો કહેર, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્ન સાથે જોડાયેલી ઘણી બધી ખબરો પણ સોશિયલ મીડિયામાં સામે આવતી રહે છે, સોશિયલ મીડિયામાં સામે આવતા ઘણા બધા વીડિયોની અંદર લગ્નના રીતિ રિવાજોથી લઈને લગ્નમાં થતા શાનદાર ડાન્સ પણ જોવા મળતા હોય છે. આપણે ત્યાં દરેક લગ્ન ડાન્સ વિના અધૂરા માનવામાં આવે છે, ત્યારે વરઘોડામાં પણ ઘણા લોકોએ એવા ઉત્સાહથી નાચતા હોય છે કે તેમને જોતા જ રહેવાનું મન થાય.

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ રીલ વાયરલ થઈ રહી છે, જેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. તેમાં એક છોકરીએ પીળા રંગનો સુંદર લહેંગો પહેર્યો છે અને તે જોરદાર ડાન્સ કરી રહી છે. એવું લાગે છે કે છોકરી તેની કોલેજમાં છે અને અચાનક ફિલ્મ ‘પુષ્પા’ના ગીત ‘ઉ અંટવા’ને હિટ કરવા માટે રસ્તા પર ડાન્સ કરવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by Vasu (@devasuu0)

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાછળ ઉભેલા લોકો છોકરીના ડાન્સ સ્ટેપમાં ખોવાઈ ગયા અને તેને જોતા જ રહ્યા. તેનો આ વીડિયો પોસ્ટ કરતી વખતે યુવતીએ કેપ્શન આપ્યું છે, ‘ફાયર હૈ અપુન’! આ સાથે આ છોકરીની બીજી એક રીલ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Vasu (@devasuu0)

આ રીલમાં આ છોકરી ‘પુષ્પા’ના બીજા ગીત ‘બલમ સામે’ પર ડાન્સ કરી રહી છે. રશ્મિકા મંદાનાના આ ગીત પર સંપૂર્ણ તાલમેલ સાથે ડાન્સ કરવામાં આવ્યો છે. જોઈને લાગે છે કે આ વીડિયો પણ તે જ દિવસનો છે. પાછળ ઉભેલા છોકરાઓ પણ ડાન્સ જોઈને પોતાની જાત પર કાબુ રાખી શકતા નથી. આ રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહી છે. લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને લાખોની સંખ્યામાં જોઈ પણ રહ્યા છે.

Niraj Patel