આ જ્યુસ છે તમારા સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક, થાય છે આટલા બધા ફાયદા

આ ગ્રીન જ્યૂસથી કરો દિવસની શરૂઆત, કોઈ દિવસ વિચાર્યું નહિ હોય એવો ફાયદો થશે

સામાન્ય રીતે જોવા જઇએ તો, વધારે લોકો તેમના દિવસની શરૂઆત ચા કે કોફીથી કરે છે પરંતુ એક્સપર્ટ્સ અનુસાર, જો તમે સવારે સવારે ફ્રેશ વેજિટેબલ જ્યુસ પીઓ છો તો તેનાથી તમને ઘણા ફાયદા મળશે. તે તમને ભરપૂર પોષણ આપે છે અને તમારી ઇમ્યુનિટી વધારે છે. લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક શાકભાજીનો જ્યુસ બનાવીને પીવાથી તમને ઘણા લાભ મળે છે.

લીલા શાકભાજીમાં પ્રોટીન, કેલ્શિયમ, આર્યન, ફાઇબર અને કેટલાક અન્ય પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને લાંબા સમય સુધી શરીર સ્વસ્થ રહે છે. આ ઉપરાંત આ જ્યુસને પીવાથી ના તો તમને માત્ર પોષણ મળે છે પરંતુ સમગ્ર દિવસ તાજગીનો અહેસાસ થાય છે. આ જ્યુસ પીવાથી શરીર હંમેશા હાઇડ્રેટ રહે છે. તેમાં કેલેરી ઓછી હોય છે જેનાથી વજન ઓછુ કરવામાં પણ મદદ મળે છે. એવામાં તમને જણાવીએ કે, કયો જ્યુસ પીવાથી તમને ઘણા ફાયદા મળશે.

દૂધી, ખીરા કાકડી, અજમાના પાન, લીંબુનો રસ, જીરું પાવડર અને મીઠું આ તમામ વસ્તુઓને એક સાથે બ્લેન્ડર જારમાં (મિક્સર) મિક્સ કરી હલાવો ત્યાર બાદ આ ગ્રીન જ્યૂસ તૈયાર થઈ જશે. આ ઉપરાંત તમે પાલક અને બીટને પણ સામેલ કરી શકો છો.

આ જ્યુસના ફાયદાની વાત કરીએ તો, આ જ્યુસથી બ્લડ પ્યુરિફિકેશનમાં મદદ મળે છે. આ તમારી બોડી અને લિવરને ડિટોક્સીફાઇ કરે છે અને રેડ બ્લડ સેલ્સને બનાવવામાં મદદ કરે છે. વેજીટેબલ જ્યુસમાં વિટામીનની ભરપૂર માત્રા હોય છે અને આ માટે આંખો અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ સારી છે.

આ જ્યુસ તમારા શરીરથી ટોક્સિન્સને બહાર નીકાળે છે અને સાથે જ લિવરથી પિત્ત અને ફૈટને ઓછુ કરે છે. આનાથી તમારુ હાર્ટ પણ હેલ્દી રહે છે. આ તમારા પિત્તને સ્ટ્રોન્ગ રાખે છે, જેનાથી ફૈટના બ્રેકડાઉન અને શરીરથી ટોક્સિન્સને નીકાળવામાં મદદ મળે છે.

Shah Jina