હળદરના ગુણ તો બધા જાણે છે. પરંતુ આજે અમે તમને લીલી હળદરના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હળદરએ દરેક વ્યક્તિના રસોડામાં સૌથી મૂળભૂત વસ્તુ છે. હળદર વિના કોઈપણ ખોરાક સંપૂર્ણ માનવામાં આવતો નથી. ખોરાકને યોગ્ય રંગ આપવા ઉપરાંત તેને પૌષ્ટિક પણ બનાવે છે. મેડિકલ સાયન્સ અને આયુર્વેદમાં તેને જડીબુટ્ટી તરીકે લેવામાં આવે છે. હળદરનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં થાય છે. લોકો મોટાભાગે ઘરે તેના પાવડરનો ઉપયોગ કરે છે. પરંતુ કાચી હળદર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
શિયાળામાં તમને લીલી હળદર બજારમાં ખુબ જોવા મળે છે. આપણે હળદરનો ઉપયોગ મસાલા તરીકે જ કરીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે એક દવા પણ છે. તેનો ઉપયોગ ઘણા રોગોને દૂર કરવા માટે થઈ શકે છે. હળદર ત્વચા અને પાચન સંબંધી રોગોને દૂર કરી શકે છે. આજે અમે તમને આવો જણાવીએ લીલી હળદરના 10 સૌથી મોટા ફાયદા.
1.સાંધાના દુખાવામાં રાહત આપે
લીલી હળદરમાં કરક્યૂમિન નામનું એક ખાસ તત્વો હોય છે. જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય લીલી હળદરમાં એન્ટીબાયોટિક ગુણ પણ હોય છે. જે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને સોજામાં રાહત આપે છે.
2.રોગપ્રતિકારક શક્તિ વધારે
લીલી હળદર ઈમ્યુનિટી વધારે છે. લીલી હળદરને તમે સલાડ તરીકે સેવન કરી શકો છો. લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે.
3.શરીરમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરે
લીલી હળદર બ્લડ પ્યૂરીફાયબરનું પણ કામ કરે છે. આ શરીરમાં રહેલાં ટોક્સિન્સ પણ દૂર કરે છે અને બ્લડ ક્લોટ થતાં રોકે છે.
4.ડાયાબિટીસ માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે લીલી હળદરનું સેવન બેસ્ટ છે. તે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરિણામે સમયાંતરે ડાયાબિટીસ દૂર થઈ જાય છે.
5.ત્વચા માટે ફાયદાકારક
લીલી હળદર સ્કિન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીલી હળદર લોહીને શુધ્ધ કરે છે. પરિણામે ત્વચા નિખરે છે.
6.ગળાના ઇન્ફેક્શનમાં ઉપયોગી
લીલી હળદર ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. લીલી હળદરમાં ખાસ પ્રકારના પોષક તત્વો આવેલા છે જે ઇન્ફેક્શન થતું અટકાવે છે.
7.કબજિયાતની સમસ્યા દૂર કરે
જે લોકોને પાચનની સમસ્યા રહેતી હોય તેમણે લીલી હળદર ખાવી જોઈએ. તેમાં રહેલું ડાયટરી ફાયબર ડાઈજેશન બૂસ્ટ કરે છે અને અપચો અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
8.બ્લડપ્રેશર સામે રક્ષણ
લીલી હળદરમાં પોટેશિયમ હોય છે. શિયાળામાં રોજ લીલી હળદર ખાવાથી બ્લડપ્રેશર અને હાર્ટ ડિસીઝ સામે રક્ષણ મળે છે. પરિણામે હ્રદય રોગ સંબંધિત બિમારીઓ દૂર થાય છે.
9.લોહીની કમીની દૂર થાય છે
લીલી હળદરમાંથી ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી રહે છે. તે શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધારે છે. તેને રોજ શિયાળામાં ખાવાથી શરીરમાં લોહીની કમીની સમસ્યા દૂર થાય છે.
10.અલ્ઝાઇમર જેવા રોગો સામે રક્ષણ
હળદરમાં રહેલું કર્ક્યુમિન બેસ્ટ એન્ટીઓક્સિડેન્ટ છે. જેના કારણે આર્થ્રાઈટિસ અને અલ્ઝાઇમર જેવા રોગો સામે રક્ષણ મળે છે.