હળદરના ઘણા ફાયદાઓ વિશે આપણે જાણીએ છીએ, આયુર્વેદમાં પણ હળદરના અસંખ્ય ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. હળદરવાળું દૂધ પીવાથી ફાયદા થાય છે તો જયારે કઈ વાગ્યું હોય ત્યારે તેના ઉપર હળદર લગાવવામાં આવે ત્યારે હળદરના બીજા પણ ઘણા ચમત્કારિક ફાયદાઓ રહેલા છે.

શિયાળાનો સમય છે એટલે અત્યારે લીલી હળદર બજારમાં ઠેરઠેર મળે છે, ત્યારે આજ લીલી હળદરના હલવા વિશે આપણે આજે જાણીશું, લીલી હળદરનો હલવો ખાવામાં તો મઝા આવશે જ સાથે સાથે શરીર માટે પણ આ હલવો ખુબ જ ગુણકારી છે, ચાલો જોઈએ લીલી હળદરનો હલવો બનાવવાની રીત

લીલી હળદરનો હલવો બનાવવા માટેની સામગ્રી
- 100 ગ્રામ લીલી હળદર
- 100 ગ્રામ ગોળ
- 75 ગ્રામ ઘઉં/મેદાનો લોટ
- 75 ગ્રામ ઘી
- 200 ગ્રામ દૂધ
- 2 ટેબલ સ્પૂન સૂકો મેવો

લીલી હળદરનો હલવો બનાવવા માટેની રીત
- લીલી હળદરનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ હળદરના છોતરા કાઢીને પીસી લો
- એક કઢાઇની અંદર 2 ચમચી ઘી નાખી તેની અંદર લોટ ઉમેરી 7-8 મિનિટ સુધી શેકી લો
- શેકાયેલા લોટને એક વાસણની અંદર બહાર કાઢી લો
- કઢાઇની અંદર વધેલું ઘી ઉમેરી ગરમ કરવા મુકો. ઘી ગરમ થઇ ગયા બાદ તેમાં હળદર નાખી 10 મિનિટ સુધી શેકતા રહો જેના કારણે હળદરની કચાશ ચાલી જાય
- જયારે હળદરમાંથી ઘી અલગ થવા લાગે ત્યારે ટીની અંદર લોટ નાખીને બરાબર ભેળવી દો
- ત્યાર પછી એજ મિશ્રણમાં દૂધ ઉમેરી હલાવતા રહો
- દૂધ ઉમેર્યા પાછી તેની અંદર ગોળ ઉમેરવો
- આ સામગ્રીને સતત હલાવતા રહેવું અને પછી તેની અંદર ડ્રાયફ્રુટ (સૂકોમેવો) ઉમેરી દેવો
- જયારે દૂધ બરાબર સુકાઈ જાય પછી પણ તેને બે મિનિટ સુધી હલાવ્યા બાદ ગેસ બંધ કરી દો
- તમારો લીલી હળદરનો હલવો તૈયાર થઇ ગયો છે તેને એક અલગ પ્લેટમાં કાઢી અને ગરમ ગરમ પીરસો.

આ હતી લીલી હળદરનો હલવો બનાવવાની રેસિપી, જે ખાવામાં પણ ખુબ ટેસ્ટી છે અને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે તો આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો જેથી અમે આવી જ અલગ અલગ રેસિપી તમારા માટે હંમેશા લાવતા રહીએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.