પીએમ મોદીનું આગમન થાય એ પહેલા જ સૂકા ઘાસ પર છાંટવામાં આવ્યો લીલો રંગ, વીડિયો વાયરલ

ગજબનું કારનામુ ! મોદી સાહેબના આગમન આગમન પહેલા જ સુકાઈ ગયેલા ઘાસ ઉપર છાંટવામાં આવ્યો લીલો રંગ, વીડિયો જોઇ યુઝર્સે લીધી મજા

પ્રવાસી ભારતીય સંમેલનને લઇને ઇન્દોપ શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. આ સંમેલન માટે 10 હજારથી વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પ્રવાસી ભારતીય સંમેલન બાદ 11 જાન્યુઆરીથી ગ્લોબલ ઇંવેસ્ટર્સ સમિટનું આયોજન થશે. બંને આયોજન 8થી12 જાન્યુઆરી સુધી થશે. ત્યાં આ આયોજન પહેલા પ્રશાસનની લીપાપોતી નજર આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જેમાં કર્મચારી સૂકા ઘાસ પર ગ્રીન રંગ નાખતા જોઇ શકાય છે.મોટા કાર્યક્રમ પહેલા આવી રીતને હરકતથી પ્રશાસન પર સવાલ ઊભા થઇ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કેવી રીતે કર્મચારી ઘાસને ગ્રીન રંગથી સ્પ્રે કરે છે. આ વીડિયોને શેર કરી તેમાં લખવામાં આવ્યુ હતુ કે, ઇન્જોરની રેડીમેડ હરિયાળી, પ્રવાસી ભારતીય સંમેલન માટે હજી કેટલો મેકઅપ લાગશે. વાહ મોદી શિવરાજ વાહ.

આ ઉપરાંત એવું પણ લખવામાં આવ્યુ હતુ કે ભ્રષ્ટાચારની જગ્યાએ પાણી બરાબર આપવામાં આવ્યુ હોત તો આની જરૂર ના પડતી. આ વીડિયોથી કોંગ્રેસના ઘણા નેતાઓએ સત્તારૂઢ ભાજપા પર નિશાન સાધ્યુ છે. આ વીડિયોને કોંગ્રેસના આધ્યક્ષ બીવી શ્રીનિવાસે રવિવારે ટ્વિટર પર શેર કર્યો હતો. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યુ હતુ કે અકલ્પનિય, અવિશ્વસનીય તસવીરો. પ્રધાનમંત્રીના ઇન્દોર દોરા પહેલા ઇન્દોરને હરિયાળું બનાવવા ભાજપા સરકારે ઘાસને જ ગ્રીન રંગમાં રંગી દીધુ. વાહ શિવરાજ વાહ.

કોંગ્રેસના પ્રહાર વચ્ચે બીજેપી બોલી- કોંગ્રેસના પેટમાં દર્દ થઇ રહ્યુ છે. ભાજપાના પ્રદેશ ઇકાઇના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ કહ્યુ કે, પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની મેજબાનીનો મોટો મોકો હાંસિલ કરનાર ઇન્દોરને ઘણા ઓછા સમયમાં સજાવવા-સવારવામાં આવ્યુ છે અને આનાથી કોંગ્રેસના પેટમાં દર્દ થઇ રહ્યુ છે. તેમણે દાવો કર્યો કે જ્યારે પણ દેશમાં કોઇ સારુ કામ થાય છે, કોંગ્રેસ ખુશ નથી હોતી.

Shah Jina