આ ભાઈએ બનાવ્યો લીલા મરચા સાથેનો તવા આઈસ્ક્રીમમાં, વીડિયો જોઈને એકવાર તો તમારું દિમાગ પણ ચકરાઈ જશે, જુઓ

આપણ દેશમાં ખાણીપીણીના શોખીન લોકો તમને દરેક ખૂણામાં મળી જશે, હવે તો સોશિયલ મીડિયાનું પણ ચલણ વધ્યું છે અને ફૂડ બ્લોગરનો પણ રાફડો ફાટ્યો છે. ફૂડ બ્લોગર દ્વારા ગમે તે ખૂણામાં રહેલી વાનગીની દુકાનને પણ કવર કરવામાં આવે છે અને સોશિયલ મીડિયામાં તેનો વીડિયો બનાવીને પોસ્ટ પણ કરવામાં આવે છે, ઘણીવાર એવી વાનગીઓ પણ જોવા મળે છે જેને જોઈને જોનારાનો ટેસ્ટ પણ બગડી જાય છે, કારણ કે એ લોકો ખાવાની વાનગીમાં એવા અખતરા કરે છે કે કોઈને ગમતા નથી.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વિડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ લીલા મરચાનો આઈસ્ક્રીમ બનાવી રહ્યો છે, તેનો વીડિયો પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ ગયો અને ઘણા લોકો તેમાં વિચિત્ર કોમેન્ટ પણ કરી રહ્યા છે, ઘણા લોકોનું કહેવું છે કે લીલા મરચા અને આઈસ્ક્રીમનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તવા ઉપર બે લીલા મરચા લે છે. અને પછી તેમાં આઈસ્ક્રીમ બનાવવા માટે મિલ્ક ક્રીમ નાખે છે. પછી તેને તવા ઉપર આઈસ્ક્રીમ બનાવવા  લાગે છે અને થોડી જ વારમાં તે તવા આઈસ્ક્રીમ બનાવી દે છે અને એક પ્લેટમાં રોલ બનાવીને ગ્રાહકોને પીરસી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને નાગપુર બુઝ નામના ફેસબુક પેજમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને પોસ્ટ થવાથી લઈને અત્યાર સુધીમાં 8.8 મિલિયન કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે. ઉપરાંત આ વીડિયોને 60 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કર્યો છે અને 3 હજાર જેટલા લોકોએ કોમેન્ટ કરી છે.

Niraj Patel