જ્ઞાન-જાણવા જેવું હેલ્થ

સુતા પહેલા નવશેકા પાણીની સાથે લો 2 લીલી એલચી, ચેહરાની ચરબીથી મળશે છુટકારો- જાણો વધુ

આજના સમયમાં મોટાભાગે લોકોને વજન વધવાની સાથે સાથે ડબલ ચિન(દાઢીની નીચે ગરદન કે ગળા પરનો ભાગ વધી જવો) કે ચેહરા પરની ચરબીની સમસ્યા છે. જે લોકોના ચેહરા પર ચરબી હોય છે તેઓનું મોં જરુર કરતા વધારે જ મોટું હોય છે અને દાઢીનો ભાગ પણ બહાર નીકળેલો હોય છે.

Image Source

જો તમે ડાઈટિંગ કરો છો કે પછી વ્યાયામ કરો છો તો તેનાથી શરીર તો જલ્દી પાતળું થાય જ છે પણ ચેહરા પર કઈ ખાસ અસર દેખાતી નથી. જો તમે પણ આવી જ સમસ્યાથી ચિંતત છો તો લીલી એલચી તમારા માટે મદદરૂપ બનશે.

ચેહરાની ચરબી માટે લીલી એલચી:
ચેહરા પરની ચરબી દૂર કરવા માટે રાતે સુતા પહેલા જમ્યા પછી એક ગ્લાસ નવશેકા પાણીની સાથે 2 એલચીનું સેવન કરો. તમારે લીલી એલચી મોઢામાં રાખવાની છે અને બારીક થયા સુધી તેને ચાવવાની છે. આવું કરવાથી તમને અમુક જ દિવસોમાં ફર્ક દેખાવા લાગશે.

Image Source

લીલી એલચીના ફાયદા:
એલચીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે મોઢાની અંદરના બેક્ટેરિયાને ખતમ કરી નાખે છે. જેને લીધે મોઢામાંથી આવથી વાંસ, શ્વાસની દુર્ગંધ, મોઢામાં પડતા છાલા, દાંતના પેઢામાં દુખાવો કે સોજો વેગેરેમાં લીલી એલચી ખુબ ફાયદો આપે છે. આ સિવાય રક્તકણોના નિર્માણમાં લીલી એલચી ખુબ મદદરૂપ છે.

Image Source

લીલી એલચી કુદરતી રૂપે ગેસને દૂર કરવાનું કામ કરે છે. જે પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, પેટમાં દુઃખાવો, એસીડીટી વગેરેને દૂર કરે છે. પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવા માટે લીલી એલચી ઉત્તમ છે. આ સિવાય જમ્યા પછી એલચી ખાઈને ઉપર નવશેકું પાણી પીવાથી અઢળક ફાયદો મળે છે.

Image Source

ડબલ ચીન દૂર કરવા માટેના ઉપાય:
વિટામિન-ઈ યુક્ત પદાર્થોને તમારા ભોજનમાં સમાવેશ કરીને ડબલ ચીનની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. વિટામિન-ઈ માટે સોયાબીન, મગફળી, ડેરી પ્રોડક્ટ્સ, બ્રાઉન રાઇઝ, સફરજન વગેરે સારા એવા સ્ત્રોત છે.

Image Source

આ સિવાય મસાજ પણ સારો એવો વિકલ્પ છે. વિટામિન ઈ યુક્ત તેલ લઈને તેને નવશેકું ગરમ કરીને ગરદન અને તેની ઉપરના જડબાના ભાગનું સારી રીતે મસાજ કરો. આ મસાજ સુતા પહેલા કરો.

Image Source

વ્યાયામ દ્વારા પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે સાવધાનની મુદ્રામાં ઉભા રહો અને ઉપરની તરફ જુઓ, અમુક સેકન્ડ પછી સામાન્ય સ્થિતિમાં આવો. આ પ્રક્રિયા ઓછામાં ઓછા 12 થી 20 વાર કરવાની રહેશે.

Image Source

આ સિવાય ગરદન અને નીચેના જડબાના વ્યાયામ માટે તમારા હોંઠને પુરી રીતે બંધ કરી લો અને મોઢાની માંસપેશીઓને ખેંચો અને નીચેના જડબાને એક સીધી દિશામાં લાવવાનો પ્રયત્ન કરો. અમુક સમય પછી જડબાને ઢીલું છોડી દો. આ વ્યાયામ 10 મિનિટ સુધી કરો, અને તમને અમુક જ દિવસોમાં ફર્ક દેખાવા લાગશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.