સલમાન ખાનની એક સમયની સુપરહીટ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ ની માસુમ ચુલબુલી ગર્લ ‘સુમન’ નો રોલ પ્લે કરેલી ભાગ્ય શ્રી તમને યાદ જ હશે. હાલમાં જ તે ટીવી ‘ચેનલ લાઈફ ઓકે’ નાં શો ‘લૌટ આઓ તૃષા’ માં પણ નજરમાં આવી હતી.
View this post on Instagram
આ સમયે તે પોતાનાં પતી હિમાલય દાસાનીની સાથે ગ્રીસમાં છુટ્ટીઓ મનાવી રહી છે. ‘મૈને પ્યાર કિયા’ ની સીધી-સાદી આ ગર્લ આ તસવીરોમાં એકદમ યંગ એન્ડ ફ્રેસ નજરમાં આવી રહી છે.
જુઓ બાકીની ટ્રીપની તસ્વીરો. ગ્રીસ ટ્રીપ પર ગયેલી ભાગ્યશ્રીએ પોતાની અમુક હોટ તસ્વીરો શેઈર કરી છે. વ્હાઈટ હોટ શોર્ટ્સ અને પિંક ટોપ પહેરીને 47 વર્ષીય ભાગ્યશ્રીનો આ હોટ લુક ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે.

ભાગ્યશ્રીની દીકરીની આ સુંદર તસ્વીરો ઇન્ટરનેટ પર થઇ રહી છે વાઇરલ…. જુવો ફોટોસ ક્લિક કરીને 90ના દશકમાં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ દ્વારા લોકપ્રિય થયેલી અભિનેત્રી ભાગ્યશ્રી ઘણા સમયથી બૉલીવુડની દુનિયાથી દૂર છે.
ભલે તેમણે પોતાની પર્સનલ લાઈફને લીધે ફિલ્મોથી દુરી બનાવી લીધી હોય પણ ગ્લેમરની દુનિયામાં આજે પણ તેમની ચર્ચાઓ થાય છે. 49 વર્ષની ભાગ્યશ્રી આજે પણ ખુબ જ સુંદર અને ફિટ દેખાય છે.
View this post on Instagram
The attitude determines the direction.😉 #attituesday #makeithappen #justdoit
ભાગ્યશ્રીની આ ડેબ્યુ ફિલ્મ ખુબ જ હિટ સાબિત થઇ હતી. ભાગ્યશ્રીને બોલિવૂડમાં તેમના માસુમ ચહેરા અને સાદગી ભરેલા અંદાજ માટે ઓળખવામાં આવતા હતા.

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ભાગ્યશ્રીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત નાના પડદા પર વર્ષ 1987માં અમોલ પાલેકરના ટીવી શો કચ્ચી ધૂપથી કરી હતી. જો કે પહેલી જ ફિલ્મમાં જબરદસ્ત એન્ટ્રી લેનારી ભાગ્યશ્રી ધીમે-ધીમે સ્ક્રીન પરથી ગાયબ થવા લાગી હતી.
અમુક જ ફિલ્મો કર્યા બાદ તેમને હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા. મોટા પડદાથી દૂર થઇ ચુકેલી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કરતા રહે છે.

જો કે એકવાર ફરી ભાગ્યશ્રી ચર્ચામાં છે પણ આ વખતે તેની ચર્ચાનું કારણ તેની સુંદર દીકરી ‘અવંતિકા દાસાની’ છે. આગળના અમુક દિવસોથી અવંતિકા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. લાઈમલાઈટથી દૂર ભાગ્યશ્રીએ હાલમાં જ પોતાની દીકરી સાથે પોતાની અમુક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં મા-દીકરી ટ્રેડિશનલ આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
હાલના દિવસોમાં અવંતિકા ઈનસ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરીને પોતાની ઉપસ્થિતિ જણાવી રહી છે. ભાગ્યશ્રીની દીકરી અવન્તિકા 22 વર્ષની છે અને પોતાની માની જેમ તે પણ ખુબ જ સુંદર છે.
સોશિયલ મીડિયા પર તેની આ તસવીરોને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સના આધારે અવંતિકા અમુક જ સમયમાં બોલીવુડમાં પોતાનું કેરિયરની શરૂઆત પણ કરી શકે છે.
View this post on Instagram
અવંતિકાએ લંડનના ખાસ બિઝનેસ સ્કૂલથી પોતાનો અભ્યાસ કર્યો છે. જો કે, ઈનસ્ટાગ્રામ પર તેની તસવીરોને જોઈને એવું લાગી રહ્યું છે કે ભાગ્યશ્રીની દીકરી પોતાની માના કદમ પર ચાલીને બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવા માંગી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks