અજબગજબ

1958 માં એક નાની ચકલીને લીધે ચીનમાં થઇ હતી ભયાનક તબાહી, કારણ છે ખુબ જ ચોંકાવનારું

આપણે સૌ જાણીએ છીએ કે આપણી ધરતી પર ઘણા એવા સજીવો છે કે જેમની પ્રજાતિ લુપ્ત થવાના આરે આવી ગઈ છે, એમાંથી એક છે ચકલી, જે એક સમયે આપણા આંગણામાં દાણા ચણતી જોવા મળતી હતી જે હવે ભાગ્યે જ જોવા મળે છે. એ વાતમાં પણ કોઈ બેમત નથી કે ચકલીની ઘટતી વસ્તી માટે જવાબદાર માનવજાત જ છે. આપણે જ જાતે ચકલીઓના માળાને પીંખી નાખ્યા છે ત્યારે હવે ચકલીઓ લુપ્ત થઇ જાય તો એમાં કઈ નવાઈ પણ નથી ને!

ચકલીઓ પર માનવજાતે કરેલા જુલમની વાર્તા ચીનનું એક અભિયાન પણ જણાવે છે, જેમાં આજથી લગભગ 60-62 વર્ષ પહેલા ચીનના શાસકોએ ચકલીઓને શોધી-શોધીને મારી નાખી હતી.

Image Source

ચીનમાં ચાલ્યું હતું ચકલીઓને મારવાનું અભિયાન –

1958માં માઓ જેડોંગે Four Pests Campaign અભિયાન શરુ કર્યું હતું, જેમાં ચાર જીવો – મચ્છર, માખી, ઉંદર અને ચકલીને મારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિચારીને થોડું અજીબ લાગે કે એવો તો માનવજાતને ચકલીઓથી શું ભય હતો કે જેને કારણે મારી નાખવા માટે અભિયાન ચલાવવાની જરૂર આવી પડી. એવું માનવામાં આવે છે કે મચ્છરોએ મેલેરિયા ફેલાવ્યો, માખીઓએ હૈઝા અને ઉંદરોએ પ્લેગ ફેલાવ્યો, તો એ બધાનો સફાયો કરવો એ માનવહિતમાં છે, પણ ચક્લીઓનો દોષ શું હતો?

માઓ જેડોંગે એવું કહેયને માસૂમ ચકલીઓને મારવાનું ફરમાન સંભળાવ્યું કે એ લોકોનું અનાજ ખાઈ જાય છે. એવું કહેવામાં આવ્યું કે ચકલીઓ ખેડૂતોની મહેનત બેકાર કરી નાખે છે અને બધું જ અનાજ ખાઈ જાય છે. મચ્છર, માખી અને ઉંદરો તો નુકશાન કરવાની આદતને કારણે પોતાની જાતને સંતાડવામાં સફળ થઇ ગયા પણ પછી વારો ચઢી ગયો ચક્લીઓનો.

Image Source

ચકલીઓ માનવજાતની આસપાસ જ રહેતી હતી અને એ ઈચ્છે તો પણ પોતાની જાતને સંતાડી ન શકી, જેનું પરિણામ એ આવ્યું કે મનુષ્યએ ખૂબ જ નિર્દયતાથી ચકલીઓને શોધી-શોધીને મારી નાખી.

ચીનમાં એ સમયે તથાકથિક ક્રાંતિકારીઓએ લોકોમાં આ અભિયાનને એક આંદોલનની જેમ ફેલાવી દીધું. લોકો પણમ વાસણો, ટીન, ઢોલ-નગારા વગાડી-વગાડીને ચકલીઓને ઉડાડી દેતા. લોકો માત્ર એક જ કોશિશ કરતા કે ચકલી કોઈ પણ રીતે કશે પણ બેસી ન શકે અને ઊડતી જ રહે. પણ ચકલી નાનો જીવ, એ ઉડી-ઉડીને થાકતી અને એટલી થાકી જતી કે આકાશમાંથી સીધી જ જમીન પર આવીને પડતી અને મરી જતી. એક પણ ચકલી બચી ન શકે એ માટે એમના માળાને શોધી-શોધીને તોડી દેવામાં આવ્યા અને એમના ઈંડા ફોડી દેવામાં આવ્યા અને જો કોઈ ચકલીના માળામાં બચ્ચા મળી જાય તો એને પણ ક્રુરતાથી મારી નાખવામાં આવ્યા હતા.

જેટલી વધુ ચકલીની હત્યા એટલું જ મોટું ઇનામ –

ચકલીના હત્યારાઓને ઇનામથી નવાજવામાં આવતા હતા. જે વ્યક્તિ જેટલી વધુ ચકલીને મારતો એ વ્યક્તિનું એટલું જ મોટું ઇનામ આપવામાં આવતું અને સ્કૂલ-કોલેજમાં થતા કાર્યક્રમોમાં તેમને મેડલ પણ આપવામાં આવતા હતા. એને કારણે લોકોમાં અભિયાન એવી રીતે ફેલાયું હતું કે દરેકના માથા પર ચકલીને મારી નાખવાનું જુનુન સવાર રહેતું અને ચકલીઓની હત્યા કરવામાં કોઈ ખચકાતું નહિ.

Image Source

એ પછી ચકલીઓને સમજાયું કે અહીં તેમની જીવ સુરક્ષિત નથી એટલે ચક્લીઓનું ટોળું તેમના માટે સૌથી વધુ સુરક્ષિત જગ્યા પોલેન્ડના દૂતાવાસ પર જઈને સંતાઈ ગઈ. તો ચીની લોકો ત્યાં પણ ચકલીઓને મારી નાખવા પહોંચી ગયા. ત્યાં અધિકારીઓએ તેમને દૂતાવાસની અંદર જવાથી રોક્યા તો આ લોકોએ વાત ન માની અને ચારે તરફથી દૂતાવાસને ઘેરીને બે દિવસ સુધી સતત ઢોલ-નગારા વગાડયા, અને આખરે ચક્લીઓ આ અવાજથી મૃત્યુ પામી. સફાઈ કર્મીઓએ આ મૃત ચાલાકીઓને બહાર ફેંકી.

ચકલીઓને મારવાનું પરિણામ આવ્યું ખૂબ જ ભયંકર –

ચીનમાં આ અભિયાન અંતર્ગત ચકલીઓને મારવાનું ભયંકર પાપ તો કરી લીધું પણ પછી એ પાપનું ફળ ચીની લોકોને એપ્રિલ 1960 સુધીમાં એટલું ભયાનક ભોગવવું પડ્યું કે લગભગ અધિકારો ચીની લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

Image Source

ચકલીઓ માત્ર અનાજ જ ન ખાતી હતી પણ અનાજની પેદાશને ખરાબ કરનારા કીડાઓને પણ ખાઈ જતી હતી. ચકલીઓ મારી ગઈ તો પરિણામ એ આવ્યું કે ધાન્યનુ ઉત્પાદન ઓછું થઇ ગયું. આ કીડાઓએ બધું ધાન્ય ખરાબ કરી દીધું હતું. માઓને આ વાત ખૂબ જ મોડી સમજાઈ કે તેનાથી ભયાનક ભૂલ થઇ ગઈ છે, પણ ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. ચકલીઓ તો પહેલા જ મરી ચુકી હતી અને કીડાઓની સંખ્યા વધી ગઈ હતી અને આ કીડાઓ અનાજ ખરાબ કરતા રહયા. તેમને મારવા માટે ઘણી દવાઓ વાપરવામાં આવી પણ તેનાથી વધુ ફાયદો ન થયો. પરિસ્થિતિ આગળ ચાલીને એટલી વણસી ગઈ કે દુકાળની સ્વરૂપ લઇ દીધુ. જેમાં લગભગ અઢી કરોડ ચીનીઓ ભૂખથી મૃત્યુ પામ્યા.

ચાલો ચીનીઓને તો ચકલીઓ કેટલી જરૂરી છે એ સમજાતા ખૂબ જ વાર લાગી ગઈ પણ આપણે તો જાણીએ છીએ કે ચાલાકીઓ આપણા માટે કેટલી જરૂરી છે, તો ચકલીઓને ભગાડવાને બદલે તેમની માટે દાણા નાખો અને પાણી મુકો. કદાચ આ લુપ્ત થતી પ્રજાતિને આપણે બચાવી શકીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.