‘ધ ગ્રેટ ખલી’એ ટોલ પ્લાઝા વાળા સાથે લડાઈ! થપ્પડ વળી કરી…..તો કર્મચારીએ કહ્યું-વાંદરો, જુઓ વીડિયો

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ WWEના પૂર્વ ચેમ્પિયન ધ ગ્રેટ ખલી એટલે કે દલીપ સિંહ રાણાનો એક વીડિયો હાલ ટ્વીટર પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે ટોલ પ્લાઝાના વર્કર્સ સાથે ઝઘડો કરતો જોવા મળી રહ્યો છે. વર્કર્સનો દાવો છે કે તેણે ખલી પાસે આઇડી કાર્ડ માંગ્યુ હતુ, જે બાદ પહેલવાને થપ્પડ મારી દીધી. જો કે, ખલીનું કહેવુ છે કે, વર્કર્સ ફોટો પડાવવાની જીદ કરતા હતા અને જબરદસ્તી ગાડીમાં ઘૂસી રહ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર ખલી જલંધરથી કરનાલ જઈ રહ્યો હતો. ફિલ્લોર નજીક લાડોવાલ ટોલ પ્લાઝા ખાતે કર્મચારીઓ સાથે તેની બોલાચાલી થઈ હતી. તેનું કહેવું છે કે કર્મચારીઓ બળજબરીથી કારમાં ઘૂસી ગયા હતા અને ફોટો લેવા માંગતા હતા. જ્યારે તેણે આ વાતનો ઈન્કાર કર્યો તો સ્ટાફ ગુસ્સે થઈ ગયો અને મારપીટ કરવા લાગ્યો.

બીજી તરફ વાયરલ વીડિયોમાં પ્લાઝાનો સ્ટાફ તેની કારને ઘેરીને કહે છે કે તેણે આઈડી કાર્ડ માંગ્યું છે, જ્યારે ખલી તેને થપ્પડ મારી રહ્યો છે. વીડિયોમાં ખલી કહી રહ્યો છે કે કર્મચારીઓ તેને બ્લેકમેલ કરી રહ્યા છે.એક કર્મચારી ફોટો પાડવા માટે કારમાં પ્રવેશી રહ્યો હતો, તેના કારણે આ ઘટના બની. વાસ્તવમાં આ મામલો ત્યારે છે જ્યારે ધ ગ્રેટ ખલી જલંધરથી કરનાલ જઈ રહ્યો હતો.

ખલીએ કહ્યું કે એક કર્મચારી ફોટો પાડવા માટે કારમાં પ્રવેશી રહ્યો હતો. ના પાડતાં વિવાદ થયો હતો. આ પછી બાકીના કર્મચારીઓ આવ્યા અને તેની કારને ઘેરી લીધી અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.આ દરમિયાન રેસલર ખલી તેની કારમાંથી બહાર આવ્યો અને બેરિયર હટાવીને કારને બહાર કાઢી.

આ દરમિયાન, એક કર્મચારી ખલીને અવરોધ દૂર કરતા રોકે છે, પરંતુ સ્ટાર રેસલર તેને બાજુમાં પકડીને દૂર કરે છે. તમને જણાવી દઈએ કે ધ ગ્રેટ ખલી ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા પણ છે. જોકે તેણે ચૂંટણી લડી ન હતી. WWE છોડ્યા બાદ ખલી જલંધરમાં કોન્ટિનેંટલ રેસલિંગ એકેડમી (CWE) ચલાવી રહ્યો છે.

Shah Jina