ખબર

તાબૂતમાંથી કાઢી પોતાના મિત્રની લાશને, પછી બાઈક પાછળ બેસાડીને આખા શહેરમાં ફેરવી, જુઓ વીડિયો

લો બોલો , આ કેવી મિત્રતા ? મિત્રની લાશને તાબૂતમાંથી કાઢી પોતાના બાઈક પાછળ બેસાડીને આખા શહેરમાં ફેરવી .. જુઓ વીડિયો

આપણે જોયું છે કે લોહીના સંબંધો જયારે સાથ ના આપે ત્યારે મિત્રો સાથ આપતા હોય છે આને કારણે જ કહેવામાં આવે છે કે મિત્રો સગા ભાઈ કરતા પણ વધારે હોય છે. સોશિયલ મીડિયામાં પણ મિત્રોની મૈત્રી ભાવના ઘણા જીવતા જાગતા ઉદાહરણો જોવા મળી જશે, ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો સામે આવ્યો છે સાઉથ અમેરિકી દેશ ઇક્વાડોરથી જ્યાં લોકો એ સમયે હેરાન રહી ગયા જયારે એક ગ્રુપના મિત્રોએ મિત્રની લાશને બાઈક ઉપર લઈને ફરી રહ્યા હતા. આ લોકોએ લાશને તાબૂતમાંથી બહાર  કાઢી અને રસ્તા ઉપર નીકળી જાય છે. જેને પણ આ નજારો જોયો તે હેરાન રહી ગયા.

ડેઇલી મેલના રિપોર્ટ પ્રમાણે 21 વર્ષીય એરિક સડેનોનામના યુવકનું હાલમાં જ મોત થઇ ગયું હતું. ત્યારે એરિકના મિત્રો તેના અંતિમ સંસ્કારમાં નહોતા આવી શક્યા. મૃતક એરિકને બાઈક રાઈડ કરવાનો ખુબ જ શોખ હતો. જેના કારણે તેના મિત્રોએ એક અજીબો ગરીબ કામ કર્યું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

તેમને મૃતકના શબને કબરમાંથી બહાર કાઢ્યું અને બાઈક ઉપર રાઈડ કરવાના તેના સપનાને પૂર્ણ કર્યું. જાણવામાં આવી રહ્યું છે કે તેના માટે મૃતકના પેરેન્ટ્સ પાસે પરવાનગી પણ લેવામાં આવી હતી. શબને બાઈક ઉપર બેસાડીને રાઈડ કરાવવામાં આવી. આ દરમિયાન લોકો તસવીરો ખેંચી રહ્યા હતા અને વીડિયો પણ બનાવી રહ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે રસ્તા ઉપર લગભગ સાત લોકોનું એક ગ્રુપ બાઈક ઉપર લાશ રાખીને નીકળી પડ્યું. એક બાઈક ઉપર ત્રણ લોકો બેઠા હતા. જેની વચ્ચે એક વ્યક્તિને રખવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ લોકો પોતાના મિત્રની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી રહ્યા હતા. તેમને તેની કબર ઉપર દારૂનું ટીપું પણ છાંટ્યું.

સ્થાનિક મીડિયાનું જો માનીએ તો ઇક્વાડોરમાં આ પ્રકારની ઘટનાનો આ પહેલો મામલો જોવા મળ્યો છે. કોરોના સંકટ વચ્ચે કબરમાંથી લાશ કાઢીને આ રીતે જાહેરમાં ફેરવવા ઉપર લોકો પણ ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 21 વર્ષીય સેડેનોની ગત અઠવાડીએ બે હુમલાવરોએ કથિત રીતે ગોળી મારીને હત્યા કરી નાખી હતી, જયારે તે એક અંતિમ સંસ્કારમાં સામેલ થવા જઈ રહ્યો હતો.