દિવ્યાંગ યુવક માંગતો રહ્યો જીવની ભીખ, પતિ-પત્ની વરસાવતા રહ્યા લાઠી-દંડા, વીડિયો વાયરલ

દેશભરમાંથી ઘણીવાર મારપીટના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર કેટલાક લોકોનો જીવ પણ જતો રહેતો હોય છે, તો ઘણીવાર લોકોને ઘણી ઇજાઓ પહોંચતી હોય છે. ત્યારે હાલ એક મારપીટનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દંપતિએ પોતાના જ સંબંધીને લાકડીઓ વડે માર માર્યો અને તેનું સ્કૂટર પણ તોડી નાખ્યું. પીડિત ગજેન્દ્રની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ પોલીસે જુગેન્દ્ર અને તેની પત્નીની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

પોલીસે જણાવ્યું કે આ વીડિયો 27 માર્ચનો છે. જેમાં ગજેન્દ્ર નામના દિવ્યાંગ યુવકને તેના જ સંબંધીઓએ માર માર્યો હતો. આરોપી જુગેન્દ્રએ દિવ્યાંગ ગજેન્દ્રને તેની શાળા ચલાવવા માટે આપી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી લોકડાઉનના કારણે શાળા બંધ હતી. આ જોતા જુગેન્દ્રએ શાળા ભાડે આપી હતી. આ બાબતે જુગેન્દ્ર અને ગજેન્દ્ર વચ્ચે ઝઘડો થયો હતો.

ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં જુગેન્દ્રએ તેની પત્ની સાથે મળીને ગજેન્દ્રને માર માર્યો અને તેનું સ્કૂટર પણ તોડી નાખ્યું. કોરોના મહામારીને કારણે સ્કૂલ બંધ થઇ જવાને કારણે સ્કૂલના માલિક જુગેન્દ્રએ તેને ભાડવાત રાખવા માટે બંને પક્ષોમાં વિવાદ ચાલી રહ્યો હતો.

27 માર્ચના રોજ બંને પક્ષો વચ્ચે મારપીટ થઇ હતી. આ દરમિયાનનો કોઇએ વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જે બાદ પોલિસના ધ્યાને આવતા જ પોલિસ એક્શનમાં આવી હતી. આ કિસ્સો ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો છે.

Shah Jina