પ્રેમ આંધળો હોય તે આનું નામ, 61 વર્ષની 17 બાળકોની દાદીએ 37 વર્ષ નાના યુવક સાથે કર્યા લગ્ન

દિકરા-દીકરીવાળી દાદીને 15 વર્ષના છોકરા સાથે થયો પ્રેમ

ઘણીવાર સાંભળવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે અને ઘણી વખત એવું જોવા મળે છે કે પ્રેમમાં લોકો વય મર્યાદાને મહત્વ આપતા નથી. આવો જ એક કિસ્સો અમેરિકાના ટેનેસીથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 61 વર્ષીય મહિલાએ તેના કરતા 37 વર્ષ નાના યુવક સાથે લગ્ન કર્યા છે.

તમને જણાવી દઈએ કે મહિલાના પૌત્રોની સંખ્યા 17 ની નજીક છે. મહિલાનું નામ શેરિલ મેકગ્રેગર અને પતિનું નામ કુરેન મેકકેન છે. બંનેએ ન માત્ર લગ્ન કર્યા પરંતુ ફેસબુક અને અન્ય સોશિયલ સાઇટ્સ પર પણ તેમના લગ્નનું લાઈવ ટેલિકાસ્ટ પણ કર્યું. જોકે, આ દંપતીને સોશિયલ સાઈટ્સ પર વિવિધ પ્રકારની કોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પણ, બંને કહે છે કે તેઓ આ બધાની પરવા કરતા નથી, તેઓ એકબીજા સાથે ખૂબ ખુશ છે.

એક ટિપ્પણીના જવાબમાં મહિલાએ કહ્યું કે લગ્ન પછી અમારૂ જીવન સામાન્ય રીતે પસાર થઈ રહ્યું છે અને નાઈટ લાઈફ પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે.મીડિયા રિપોર્ટ અનુસાર, શેરિલનું કહેવુ છે કે, તે કોરોના સમયગાળા દરમિયાન એકલી પડી ગઈ હતી અને સમય પસાર કરવા માટે તેની સાથે કોઈ નહોતું. આવી સ્થિતિમાં, જ્યારે કુરાને તેમને પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેમણે પણ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. 

લગ્ન વિશે માહિતી આપતા તેણે કહ્યું કે કુરાન માત્ર 15 વર્ષનો હતો જ્યારે શેરિલ તેને પહેલી વખત મળી હતી. તેમનું કહેવું છે કે બંનેની પહેલી મુલાકાત એક કૌટુંબિક ફંક્શનમાં થઈ હતી. તે પછી પણ, બંને ડેટિંગ પહેલાં ક્યારેય એકબીજાને મળ્યા ન હતા. 2020ની શરૂઆતમાં, બંનેએ ચેટિંગ કરવાનું શરૂ કર્યું અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા.

આપને જણાવી દઈએ કે શેરિલના પતિના મૃત્યુને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેનો પતિ શહેરના મોટા ઉદ્યોગપતિઓમાંનો એક હતો. આ પછી તેણી તેના પોતાના પુત્રો સાથે બનતુ ન હોવાથી એકલી રહેતી હતી.

જોકે આ સમય દરમિયાન પણ તે વ્યવસાયમાં સક્રિય હતી. શેરિલ ઈચ્છે છે કે તેના પતિ હવે તેની સાથે રહે અને તેના મૃત્યુ પછી આખો ધંધો સંભાળે. જોકે, શેરિલ એમ પણ કહે છે કે તે નથી ઇચ્છતી કે તેનો પતિ તેને કામ માટે સમય આપે. તેથી જ શેરિલે તેના પતિને સ્પષ્ટ કર્યું છે કે તે જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ પણ કામ ન કરે.

Patel Meet